સિરિયાનું પાલમીરા ISISના સંકંજામાંથી મુક્ત

બૈરુત: સિરિયાનું પાલમીરા શહેર હવે પૂરેપૂરી રીતે આર્મીની કન્ટ્રોલમાં આવી ગયું છે. લંડન ખાતેની સિરિયન ઓબ્જર્વેટરી ફોર હ્યુમન રાઈટ્સના જણાવ્યા અનુસાર શહેરના પૂર્વીય વિસ્તારમાં રવિવારે સવારે જે ગોળીબાર થઈ રહ્યા હતા. તેના પછી મોટાભાગના આઈએસઆઈએસ આતંકવાદીઓને ભગાડવામાં આવી ચૂક્યા છે. આઈએસઆઈએસની સામે આર્મીની મોટી જીત માનવામાં આવી રહી છે. પાલમીરા હવે પ્રમુખ બશર અલ અસદના કન્ટ્રોલમાં છે. આ અગાઉ શુક્રવારે આર્મીએ શહેરના મિલિટરી એરબેજને આતંકવાદીઓની ચુંગાલમાંથી મુક્ત કરાવ્યું હતું. ત્યાર બાદ આર્મીએ શહેરને આઈએસઆઈએસમાંથી મુક્ત કરવાના ઈરાદા સાથે રશિયન એરફોર્સ અને હિજબુલ શિયા લડાકુઓની મદદથી પાલમીરામાં મોટું ઓપરેશન શરૂ કર્યું હતું અને શહેરને બીજીવાર કન્ટ્રોલ કરવામાં સફળતા મેળવી હતી.
પચાસ હજારની વસ્તી ધરાવતા આ શહેર પર આઈએસઆઈએસે ગત વર્ષના ૨૧ મેના કબજો જમાવ્યો હતો. આ દરમિયાન આતંકવાદીઓએ લગભગ ૩૦૦થી વધુ લોકોની હત્યા પણ કરી હતી. પાલમીરાને આઝાદ કરાવવા આર્મી અને આઈએસઆઈએસની વચ્ચે થયેલ અથડામણમાં ૪૦૦થી વધુ આતંકવાદીઓને મારી નાખવામાં આવ્યા છે.
પાલમીરા શહેર પાટનગર દમિશ્કથી લગભગ ૨૧૫ કિમી દૂર રણની વચ્ચોવચ્ચ આવેલું છે. યુનેસ્કોના કહેવા પ્રમાણે પાલમીરા ૨૦૦૦ વર્ષ જૂનું શહેર છે અને ત્યાં આજે પણ કેટલાક કલ્ચરલ હેરિટેજ હયાત છે. જોકે ગયા વર્ષે આઈએસઆઈએસે અહીંયાની કેટલીક પ્રાચીન ઈમારતોને બોમ્બ મૂકી ઊડાવી દીધી હતી.
૧૯૮૦માં યુનેસ્કોએ આ શહેરને વિશ્વની ઘરોહર ગણાવ્યું હતું. દર વર્ષે અહીં દોઢ લાખથી વધુ ટૂરિસ્ટ આવે છે. વેપારનું ગઢ ગણાતું આ શહેર કેટલાંક વર્ષો પહેલાં ખજૂરનાં ઝાડથી ઘેરાયેલું હોવાથી તેનું નામ પાલમીરા
પડ્યું છે.

You might also like