સિરિયામાં ચોરીના આરોપીને ખુરશી સાથે બાંધીને માથું વાઢી નાખ્યું

રક્કા: ઈસ્લામિક સ્ટેટ (આઈએસ)ના ત્રાસવાદીઓએ સિરિયામાં તેમનો ગઢ ગણાતા રક્કા શહેરમાં વધુ એક શિરચ્છેદ કર્યો છે. રક્કામાં સામાન્ય ચોરીના આરોપીનો શિરચ્છેદ કરાયો હોવાના અહેવાલ છે. આરોપ અંગે કોઇ તપાસ કે ખરાઇ કર્યા વિના જ આતંકીઓએ આરોપીને મોતની સજા આપી દીધી હતી.(આઈએસઆઈએસની ક્રૂરતા: ૪ મહિલા પર કર્યું દુષ્કર્મ, કેરેકટરલેસ ગણાવી જાહેરમાં પથ્થર મારી હત્યા)તેની આંખે પાટા બાંધીને તેને જાહેરમાં ખુરશી પર બેસાડીને ખુરશી સાથે બાંધી દેવાયો હતો. ત્યાર બાદ એક ત્રાસવાદીએ તલવાર વડે તેનું માથું વાઢી નાખ્યું હતું.

તેને આ સજા અપાઇ ત્યારે ઘટના સ્થળે આઈએસના અન્ય કેટલાંક ત્રાસવાદીઓ તેમ જ સ્થાનિક લોકો ઉપસ્થિત હતા, જેમાં કેટલાંક બાળકોનો પણ સમાવેશ થતો હતો. આઈએસ નાના-મોટા ‘ગુના’માં પકડાતા કેદીઓને જાહેરમાં સજા એવા આશયથી આપે છે કે જેથી બીજા લોકો પણ આઈએસથી ડરે. એક આતંકી દ્વારા કેદી સામેના ‘આરોપો’ વાંચવામાં આવે છે અને ત્યાર બાદ તેને સજા કરવામાં આવે છે.

જોકે, આઈએસ ઈશનિંદા, હત્યા, જાસૂસી, વ્યભિચાર, સજાતીય સંબંધો અને અકુદરતી સેકસ સહિત મોટા ભાગના ગુનામાં આરોપીને મોતની જ સજા કરે છે. કયારેક આરોપીઓના માથા વાઢવામાં આવે છે તો કયારેક તેમના હાથ-પગ બાંધીને ઊંચી બિલ્ડિંગની છત પરથી નીચે ફેંકવામાં આવે છે. કયારેક પાંજરામાં પૂરીને જીવતા જલાવી દેવાય છે. આઈએસના આતંકથી રક્કાવાસીઓની જિંદગી નર્કથી પણ બદતર થઇ ગઇ છે.

You might also like