સાહેબ, ડો. જયેશ પટેલ શિક્ષણ જગતનો આસારામ છે!

અમદાવાદ: ગુજરાતનાં શિક્ષણ અને તબીબીક્ષેત્રમાં લાંછન લગાડનાર વડોદરાની પારુલ યુનિવર્સિટીનાં એમડી ડો.જયેશ પટેલની બળાત્કારમાં મદદ કરનાર ભાવના પટેલની વાઘોડિયા પોલીસે ધરપકડ કરી છે. ભાવના પટેલે પોલીસને જણાવ્યું હતું કે ડો.જયેશ પટેલ મને છોકરીઓને મોકલી આપો તેમ કહેતાં હું મોકલી આપતી હતી. અનેક વિદ્યાર્થિનીઓ જયેશ પટેલની સતામણીનો ભોગ બની હોવાનું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ભોગ બનેલી વિદ્યાર્થિનીઓએ પોલીસ સમક્ષ ફરિયાદ ન કરવા જણાવ્યું હતું કે સાહેબ, જયેશ પટેલ શિક્ષણ જગતનો આસારામ છે ઘણી છોકરીઓ સાથે તેણે દુષ્કર્મ કર્યું હોઇ શકે છે. તેનો કારણે કેટલી વિદ્યાર્થિનીઓ યુનિ.માંથી અભ્યાસ અધૂરો છોડી જતી
રહી છે.
ડો.જયેશ પટેલ ફરિયાદ નોંધતાં ફરાર થઇ ગયો છે. ત્યારે પોલીસે તેને પકડવા તમામ જગ્યાએ તપાસ શરૂ કરી છે. પોલીસે યુનિ.ના સ્ટાફ, ભોગ બનનાર યુવતીની રૂમ પાર્ટનર સહિત ૪૦ લોકોના નિવેદનો નોંધ્યાં છે. જયેશ પટેલનાં કુકર્મ અગાઉ યુનિ.માં પ્રવેશ માટે જેટલો વાલીઓ અને વિદ્યાર્થીઓનો ઘસારો હતો તેની સંખ્યામાં મોટા ભાગે ઘટાડો થયો છે. જયેશ પટેલનો કાંડ બહાર આવતાં હવે વાલીઓ પોતાના બાળકોને યુનિ.માં અભ્યાસ માટે મૂકતાં સો વખત વિચારી
રહ્યા છે.
ભોગ બનનાર યુવતીનો મેડિકલ રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે જેથી યુવતી પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હોવાનું સ્પષ્ટ થઇ ચૂક્યું છે. પોલીસ આરોપી ભાવના પટેલને આજે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવે તેવી શકયતા છે.
વાઘોડિયા સજ્જડ બંધ
વડોદરાના વાઘોડિયા તાલુકાનાં લીમડા ગામે આવેલી પારુલ યુનિ.ના એમડી ડો.જયેશ પટેલનાં કુકર્મો બહાર આવતાં આજે ધારાસભ્ય મધુશ્રી વાસ્તવ, સરપંચ, વેપારીઓ અને આગેવાનો દ્વારા વાઘોડિયા બંધનું એલાન આપવામાં આવ્યું છે. પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા પણ ડો.જયેશ પટેલના વિરોધમાં કાળી પટ્ટી પહેરી અને કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. વાઘોડિયા બંધના પગલે આજે ગામ સજજડ બંધ રહ્યું હતું. વેપારીઓને સ્વૈચ્છિક રીતે પોતાની દુકાનો બંધ કરી બંધ પાળ્યો છે.
ડો.જયેશ પટેલ સામે બળાત્કારની ફરિયાદ થતાં મુંબઇની મોડલે પણ ડો.જયેશ પટેલ દ્વારા પોતાની સાથે અભદ્ર માગણી અને જાતીય સતામણીનો આક્ષેપ કર્યો છે.
યુવતીને જયેશ પટેલ પાસે તેની સેક્રેટરી મૂકીને જતી રહી હતી અને બાદમાં એક કલબમાં ડો.જયેશ પટેલે યુવતી સાથે જબરજસ્તી કરી હતી. આ ઘટના બાદ એશ્વા પટેલે પોતાનો ફિઝિયોથેરાપીનો અભ્યાસ છોડી દીધો હતો.

You might also like