હવે હું શાંતિથી છેલ્લા શ્વાસ લઇ શકીશ : સિંગુર ચુકાદા પર મમતાની પ્રતિક્રિયા

કોલકાતા : પશ્ચિમ બંગાળની હાઇકોર્ટ દ્વારા સિંગુર ટાટા નેનો પ્લાન્ટ અંગેનો ચુકાદો આવી ચુક્યો છે. હાઇકોર્ટે ટાટાએ અધિગ્રહિત કરેલી તમામ જમીન ટાટા પાસેથી જપ્ત કરીને ખેડૂતોને સુપ્રત કરવાનો આદેશ આપ્યો છે. આ જમીન 2006ની સીપીએસ સરકારનાં મુખ્યમંત્રી બુદ્ધદેવ ભટ્ટાચાર્ય દ્વારા ફાળવવામાં આવી હતી.

હાઇકોર્ટનાં ચુકાદા અંગે પ્રતિક્રિયા આપતા પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે 10 વર્ષની લડાઇનો અંત આવ્યો છે. હું ચુકાદાથી ખુબ જ ખુશ છું. મને આજે તે લોકો યાદ આવે છે જેઓએ આ લડાઇ માટે કેટકેટલી બાંધ છોડ કરી છે. જોકે આ સિમાચિન્હરૂપ ચુકાદો છે. રાજ્યનું નવું નામ પડ્યા બાદનો આ સિમાચિન્હરૂપ ચુકાદો છે. હું લાંબા સમયથી લોકો માટે સુપ્રીમનાં આ ચુકાદાની રાહ જોઇ રહી હતી. હવે હું શાંતિથી મરી શકીશ.

સુપ્રીમ કોર્ટનાં ચુકાદા બાદ મમતાએ કહ્યું કે આગળની રણનીતી ઘડવા માટે ગુરૂવારે અધિકારીઓની સાથે બેઠક કરશે. તેમણે કહ્યું કે જમીન માટે બલિદાન આપનારા લોકોની જીત છે. મને આશા છે કે દરેક વ્યક્તિ સિંગુર ઉત્સવની ઉજવણી કરશે. આ દુર્ગાપુજાનાં જલ્સા સમાન જ ઉત્સવ છે. પશ્ચિમ બંગાળ સરકારનાં વકીલ કલ્યાણ બેનર્જી દ્વારા પણ ચુકાદા અંગે ખુશી વ્યક્ત કરી હતી.

કલ્યાણ બેનર્જીએ જણાવ્યું કે 10 વર્ષ બાદ આ એક મોટી સફળતા છે. સિંગુરમાં ટાટાને જમીન ફાળવાઇ ત્યારથી તેનો વિરોધ થઇ રહ્યો હતો. ખેડૂતોનાંવિરોધની આગેવાની મમતા બેનર્જીએ કરી હતી. તે ડિસેમ્બરમાં 25 દિવસ સુધી ભુખ હડતાળ પર બેઠા હતા. 2011માં પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી બન્યા બાદ મમતા બેનર્જીએ 400 એકર જમીન તે ખેડૂતોને પરત કરવાનો નિર્ણય કર્યો જેમણે વળતર નહોતુ સ્વિકાર્યું.

જેનાં માટે તેમણે વિધાનસભામાં એક કાયદો પસાર કર્યોહ તો. જો કે ટાટાએ તેને હાઇકોર્ટમાં પડકાર્યો હતો. 2012માં મમતા સરકારનાં કાયદાને રદ્દ કરી દેવામાં આવ્યો.હાઇકોર્ટનાં ચુકાદાને સરકારે સુપ્રીમમાં પડકાર્યો હતો. અંતે સુપ્રીમ કોર્ટે જમીન અધિગ્રહણ રદ્દ કરીને ખેડૂતોને જમીન પરત આપી હતી.

You might also like