શિંગોડાના લોટની ખાંડવી

સામગ્રી: ૧ બાઉલ શિંગોડાનો લોટ, ૧ બાઉલ પાણી, ૧ બાઉલ છાશ, ૧ ટે. સ્પૂન આદું-મરચાંની પેસ્ટ, ૧ ટે. સ્પૂન લીંબુનો રસ, સિંધાલૂણ સ્વાદનુસાર
વઘાર માટે: ૪ ટેબલસ્પૂન તેલ, ૧ ટેબલ સ્પૂન જીરું, ૧ ટેબલ સ્પૂન તલ, ૩ નંગ લીલાં મરચાં

સજાવટ માટે: ચૂંટેલી કોથમીર અને લીલું ખમણેલું કોપરું

રીત: એક વાસણમાં શિંગોડાનો લોટ, આદું-મરચાંની પેસ્ટ, લીંબુનો રસ, પાણી તથા છાશ સાથે લઇ ખીરું બનાવો. હવે આ ખીરાને ગેસ ઉપર મૂકી સતત હલાવતા રહો જેથી ગઠ્ઠા ન પડે. ખીરું એકરસ અને લિસ્સું થાય ત્યાં સુધી ગરમ કરો. ત્યારબાદ ઊંધી થાળી અથવા જમીન ઉપર થોડું તેલ ચોપડી થોડું ખીરું લઇ તેને ફેલાવી જુઓ. બરાબર ફેલાય કે તરત જ તે ખીરાને અલગઅલગ ઊંધી થાળી અથવા જમીન ઉપર તેલ લગાવીને ફેલાવી દો. એકસરખું લેયર બને તેનું ધ્યાન રાખવું. ત્યારબાદ ૨ ઇંચના ઊભા કાપા પાડી ખાંડવીના રોલ વાળતા જવું ને ડિશમાં ગોઠવતા જવું. એક પેણીમાં વઘાર માટે તેલ મૂકો. તે થોડું ગરમ થાય એટલે તેમાં જીરું, તલ, સમારેલાં લીલાં મરચાં ઉમેરી ખાંડવી પર રેડો.

You might also like