સિંગલ રહેવું જોખમી બની રહે છેઃ શારીરિક અને માનસિક બંને સ્વાસ્થ્ય પર અસર થાય

સુખી લગ્નજીવનથી વ્યક્તિના માનસિક અને શારીરિક બંને સ્વાસ્થ્ય પર અસર થાય છે. સુખી દાપંત્ય જીવન હોય તો ગંભીર રોગોમાં પટકાયા પછી તેમાંથી ઉગરી જવાની શક્યતાઓ વધુ હોય છે. બ્રિટનના સંશોધકોનું કહેવું છે કે સ્ટ્રોક એટલે કે મગજમાં અચાનક લોહી પહોંચતું બંધ થઈ જાય તેને કારણે અાવતો અેટેક દર્દી માટે જોખમી છે. ચોથા ભાગના દર્દીઓ સ્ટ્રોક અાવ્યાના એક જ વર્ષની અંદર મૃત્યુ પામે છે. અમેરિકન સંશોધકોનું કહેવું છે કે જો પરિણીત લોકોને સ્ટ્રોક અાવે તો તેમના સ્વાસ્થ્યની કાળજી રાખવા તેમની પાસે પાર્ટનર હોય છે તેથી રિકવરી અાવી શકે છે. જ્યારે સિંગલ લોકો માટે અા શક્યતા ઘટી જાય છે.

home

You might also like