એકલા રહેતા લોકોનું ડાયટ પણ બિન અારોગ્યપ્રદ હોય

પરિવારથી દૂર રહેતા એકલા લોકોની ડાયટ-હેબિટ્સ ખરાબ હોય છે. એટ લીસ્ટ સહપરિવાર રહેતા લોકોની સરખામણીમાં તેઓ અનહેલ્ધી ખાવાનું વધુ ખાતા હોય એવી શક્યતા વધારે હોય છે. ઓસ્ટ્રેલિયાની ક્વીન્સલેન્ડ યુનિવર્સિટી ઓફ ટેક્નોલોજીના રિસર્ચરોનું કહેવું છે કે એકલી રહેતી સ્ત્રીઓ કરતાં એકલા પુરુષોની ડાયટ વધુ ખરાબ હોય છે.

એક્સર્સાઈઝ અને ન્યુટ્રિશન સાયન્સના એક્સપર્ટ ડોક્ટરોનું કહેવું છે કે એકલા રહેતા લોકો ધારો કે હેલ્ધી ફૂડ ખાવાનો અાગ્રહ રાખતા હોય તો પણ તેમના ફૂડમાં વરાઈટી ઓછી હોય છે. તેઓ ઓછી માત્રામાં વેજિટેબલ્સ અને ફ્રૂટ્સ ખાય છે. પ્રેક્ટિક્લી પણ અા વાત સાચી લાગે એમ છે, કેમ કે એકલા રહેતા પુરુષોને જમવાનું બનાવવામાં તેમ જ હેલ્ધી ખાવાનું શોધવામાં મુશ્કેલી પડે છે.

You might also like