હવે ડિગ્રીમાં માતાનું નામ પણ લખી શકાશે

નવી દિલ્હીઃ વિશ્વવિદ્યાલય અનુદાન વિભાગ (યુજીસી) ડિગ્રી પર પિતાનું નામ વૈકલ્પિક બનાવવા પ્રસ્તાવ પર કામ કરશે. માનવ સંસાધન મંત્રાલય આ મામલે મહિલા અને બાળ વિકાસ મંત્રી મેનકા ગાંધીના પ્રસ્તાવ પર સૈદ્ધાંતિક રીતે સહમત  થઇ ગયા છે.  માનવ સંસાધન વિકાસ મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું છે કે ડિગ્રી પર પિતાનું નામ વૈકલ્પિક બનાવવાના મેનકા ગાંધીના પ્રસ્તાવ સાથે સહમત છીએ. અમે વિદ્યાર્થીઓને આ અંગે વિકલ્પ આપીશું કે તેઓ ડિગ્રી પર માતાનું નામ કે પિતાનું નામ લખી શકે.

સિંગલ મધરને ધ્યાનમાં રાખીને મેનકા ગાંધીએ ગત મહિને જાવડેકરને પત્ર લખ્યો હતો અને ડિગ્રી સર્ટિફિકેટમાં પિતાના નામને વૈકલ્પિક બનાવા અનુરોધ કર્યો હતો. મેનકા ગાંધીએ જાવડેકરને પત્ર લખ્યો હતો કે પતિથી અલગ થયેલી મહિલાઓ માટે તેમના બાળકો માટે સર્ટિફિકેટ હાસલ કરવામાં મુશ્કેલીઓ પડી રહી હતી. મેનકાએ કહ્યું કે છુટ્ટાછેડા બાદ પતિ પત્ની અલગ થયા છે તે સામાન્ય બાબત છે. તેથી જ સર્ટિફિકેટ સાથે જોડાયેલા નિયમોમાં પરિવર્તન લાવવું જરૂરી છે.

http://sambhaavnews.com/

You might also like