સિંગલ છોકરીઓને મળી શકે છે જીવનની આ ખુશીઓ

તમારા ગ્રૂપમાં ઘણી યુવતીઓને બોયફ્રેન્ડ હશે જ, અને તમને એ વાત સૌથી વધારે ખરાબ લાગશે કે તમે હજી પણ સિંગલ છો. પરંતુ તમે સિંગલ રહીને જે પણ કરી શકો છો તે કદાચ તમારી સહેલીઓ ક્યારે પણ નહીં કરી શકે.

સિંગલ રહેવાથી દરેક છોકરો તમારી સાથે મિત્રતા બાંધવાનું પસંદ કરશે. તમે ઇચ્છો ત્યારે સુઇ શકો છો, તમે ઇચ્છો ત્યારે તમારી મરજી પ્રમાણે તમામ કામ કરી શકો છો. કોઇની પણ રોકટોક તમને નથી હોતી. તમે કોઇને પણ જોઇને તમારી ભાવનાઓ વ્યક્ત કરી શકો છો. તમે તમારી મરજી પ્રમાણે કાંઇ પણ પહેરીઓઢી શકો છો. ઇચ્છા ત્યારે ફરવા પણ જઇ શકો છો.

બિદાસ્ત અને આઝાદ જીવન જીવી શકો છો. તમે તમારા જીવનના તમામ નિર્ણય જાતે લઇ શકો છો. તમે કોઇની પર કોઇ પણ બાબતને લઇને નિર્ભર નથી રહેતા. જેને કારણે તમારો આત્મવિશ્વાસ હંમેશા વધેલો રહે છે.

 

You might also like