ટેક્સ નહી ચુકવવા અંગે કોંગ્રેસી નેતા અભિષેક મનુ સિંઘવીને 57 કરોડનો દંડ

નવી દિલ્હી : કોંગ્રેસ પ્રવક્તા અને વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંધવી પર ઇન્કમ ટેક્સ વિભાગનાં સેટલમેન્ટ કમિશને 57 કરોડ રૂપિયાનો દંડ લગાવ્યો છે. રાજ્યસભા સાંસદ સિંધવી પોતાની ઓફીસમાં ખર્ચાયેલી રકમ સંબંધિત દસ્તાવેજ આપી શક્યા નથી. જેના કારણે તેમના પર આ કાર્યવાહી કરવામાં આવી હતી. જો કે રાજસ્થાન હાઇકોર્ટે આ આદેશ પર સ્ટે લગાવી દીધો છે. આ કેસ વર્ષ 2011-થી 2012-13નો છે.

સિંધવી પર આરોપ છે કે તેમણે ત્રણ વર્ષની પોતાની પ્રોફેશનલ ઇનકમ 91.95 કરોડ રૂપિયા ઓછી દેખાડી છે. આવકવેરા વિભાગની કાર્યવાહીની વિરુદ્ધ સિંધવી પોતે સેટલમેન્ટ કમિશન ગયા હતા જ્યાંથી તેમને કોઇ રાહત નહોતી મળી. આ મુદ્દે તપાસ કરનારા જોધપુર ઇનકમ ટેક્સ કમિશનરે જોયું કે સિંધવીના ખાતામાંથી મોટા પ્રમાણમાં રોકડ ઉપાડવામાં આવી હતી. જે લગભગ 7 કરોડ રૂપિયાથી માંડીને 32 કરોડ રૂપિયા સુધીની હતી.

સુત્રો અનુસાર સિંધવીએ કહ્યું કે આ નાણા તેમણે લિગલ આસિસ્ટન્ટને આપવા માટે ઉપાડ્યા હતા. જે પૈકી કેટલાક નાણારોકડ ચુકવાયા હતા. જો કે આવકવેરા વિભાગને ત્યારે શંકા ગઇ જ્યારે તેમણે ઓફીસનો ખર્ચ 16 કરોડ રૂપિયા દેખાડ્યો.ઉપરાંત ખર્ચ સાથે કોઇ લિસ્ટ સોંપ્યું હતું. સિંધવીએ તેના કારણમાં જણાવ્યું કે તમામ ડોક્યુમેન્ટસને ઉધઇ ખાઇ ગઇ માટે તેઓ પુરાવા રૂપ બીલ જોડી શક્યા નથી.

You might also like