VIDEO: સોમનાથ મંદિરમાં બરમુડો પહેરી પ્રવેશ કરતા કિર્તીદાન ફસાયા વિવાદમાં

સોમનાથ મંદિરમાં દર્શન કરવા માટે પહોંચેલા લોકગાયક કલાકાર કિર્તીદાન વિવાદમાં ફસાયાં છે. કિર્તીદાન ગઢવીએ બરમુડો પહેરીને મંદિરનાં દર્શન કર્યાં હતાં. જો કે આ દરમ્યાન કોઈ અધિકારીઓ દ્વારા તેમને રોકવામાં આવ્યાં ન હતાં. ત્યારે હવે સોમનાથ મંદિરનાં ટ્રસ્ટ દ્વારા તપાસ કરવાનાં આદેશ આપવામાં આવ્યાં છે.

મહત્વનું છે કે, સોમનાથ મંદિરમાં બરમુડો પહેરીને અંદર જવા પર મનાઈ છે. ત્યારે હવે કિર્તીદાન ગઢવીએ બરમુડો પહેરીને મંદિરનાં દર્શન કર્યા હતાં. મંદિરનાં નિયમોનું ઉલ્લંઘન કરવા બાબતે કિર્તીદાન ગઢવી વિવાદમાં ફસાયાં છે. મંદિર દ્વારા પણ કિર્તીદાન ગઢવીને રોકવામાં આવ્યા ન હતાં. મંદિરમાં આટલી સિક્યોરિટી હોવા છતાં કોઈ જ સિક્યોરિટી ગાર્ડે કિર્તીદાનને રોક્યા ન હતાં. જેનાં કારણે મંદિરની સિક્યોરિટી પર પણ કેટલાંક સવાલો ઉભા થયાં છે.

ઉલ્લેખનીય છે કે જો સામાન્ય વ્યક્તિએ હાફ પેન્ટ પહેર્યું હોય તો તેઓને રિતસરનાં તગેડી મુકવામાં આવે છે. છતાં કિર્તીદાન ગઢવી પ્રખ્યાત લોકગાયક હોવાંથી તેઓ હાફ પેન્ટમાં પહોંચી જતાં સામાન્ય જનતામાં ભારે રોષ જોવા મળ્યો છે.

મહત્વની બાબત છે કે અહીં આવનાર કોઈ પણને ટૂંકા વસ્ત્રો પહેરીને મંદિરમાં પ્રવેશવાની મનાઈ છે. તો પછી વીઆઈપી મહેમાન તરીકે કિર્તીદાન ગઢવી માટે કેમ અલગ નિયમ. આવા અનેક સવાલો કિર્તીદાન ગઢવી અને સોમનાથ મંદિરનાં ટ્રસ્ટ સામે ઊભા થયેલાં છે કે જેનો જવાબ તો તેઓએ આપવો જ પડશે. કેમ કે અહીં સવાલ કિર્તીદાન ગઢવી કે મંદિરનાં ટ્રસ્ટનો ઉભો નથી થતો પરંતુ અહીં સવાલ છે સોમનાથ મહાદેવ સાથે જોડાયેલ કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાનો.

You might also like