કોન્સર્ટમાં અમેરિકન સિંગર ક્રિસ્ટિના ગ્રિમીની ગોળી મારી હત્યા

લોસ એન્જલસઃ અમેરિકામાં એક કોન્સર્ટ દરમ્યાન અમેરિકન સિંગર ક્રિસ્ટિના ગ્રિમીની ગોળી મારી હત્યા કરવામાં આવી છે. ફ્લોરિડા કોન્સર્ટમાં ક્રિસ્ટિના ફેન્સને ઓટોગ્રાફ આપી રહી હતી ત્યારે એક ગનમેને ગોળી મારી તેને મોતને ઘાટ ઉતારી દીધી છે.

જે અંગે ઓર્લેન્ડો પોલીસે ટ્વિટર પર ટ્વિટ કરીને ક્રિસ્ટિના ગ્રિમીના હત્યા અંગે માહિતી આપી છે. ક્રસ્ટિનાના યુ-ટ્યુબ પર અનેક ફોલોઅર્સ છે. તેના આલ્બમ અને સોંગ્સ લોકોમાં ખૂબ જ લોકપ્રિય છે.

22 વર્ષની ક્રિસ્ટિનાએ યુએસ વર્ઝન ટીવી ટેલેન્ટ શોમાં ભાગ લીધો હતો. જ્યાં તે તેના ફેન્સને ઓટોગ્રાફ આપી રહી હતી ત્યારે તેની ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. ક્રિસ્ટિનાને ગોળી મારી ગનમેને પોતાની જાતને પણ શૂટ કરી હતી.

હુમલો કરનાર પાસેથી બે ગન મળી આવી છે. પોલીસે કહ્યું કે કોન્સર્ટ 10 વાગે પૂરી થઇ હતી. ઓર્લેન્ડોમાં પ્લાઝા લાઇવમાં પર્ફોર્મ કરીને સિંગર ક્રિસ્ટિના  બહાર આવી ત્યારે તેને ગોળી મારવામાં આવી હતી. ગનમેનની હજી સુધી કોઇ જ ઓળખ થઇ નથી. સાથે જ તેણે ક્રિસ્ટિનાને કેમ ગોળી મારી તે અંગે પણ કોઇ જ જાણકારી પ્રાપ્ત થઇ નથી.

You might also like