બ્લાસ્ટ વખતે બ્રસેલ્સમાં હાજર હતો ગાયક અભિજીતનો પરિવાર

મુંબઇ: બેલ્જિયમની રાજધાની બ્રસેલ્સમાં મંગળવારે બોમ્બ બ્લાસ્ટ થયા. આ બ્લાસ્ટમાં 21 લોકોના મોત થયા છે જ્યારે 35 લોકોને ઇજા પહોંચી છે. બ્રસેલ્સમાં એરપોર્ટ પર બ્લાસ્ટ બાદ ભારતના બધા એરપોર્ટ પર હાઇ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.

તો બીજી તરફ બ્રસેલ્સ એરપોર્ટ પર વિસ્ફોટમાં કોઇપણ ભારતીયને નુકસાન થયા હોવાના સમાચાર છે. ગાયક અભિજીતનો પુત્ર અને પત્ની બ્લાસ્ટના સમયે બ્રસેલ્સમાં હાજર હતા. બંને હાલ સુરક્ષિત છે અને સેફ જોનમાં મોકલી દેવામાં આવ્યા છે. તેમણે જેટ એરવેજની ફ્લાઇટ પકડવાની હતી.

અભિજીતે ટ્વિટ કરીને તેની જાણકારી આપી હતી. અભિજીતે ટ્વિટ કર્યું કે, ‘બ્રસેલ્સ બ્લાસ્ટ બાદ પત્ની અને પુત્ર સાથે વાતચીત થઇ છે. બંને સુરક્ષિત છે અને સેફ જોનમાં મોકલી દેવામાં આવ્યા છે. ઇશ્વરનો આભાર. જેટ એરવેજનો આભાર.’

આપ નેતા અને અભિનેત્રી ગુલ પનાંગે ટ્વિટ કરીને જાણકારી આપી હતી કે બધુ સુરક્ષિત છે. ગુલ પનાંગના પતિ પણ જેટ એરવેજની ફ્લાઇટમાં ક્રૂ તરીકે હાજર હતા. હાલમાં તે પણ સુરક્ષિત છે.

ગુલે ટ્વિટ કર્યું ‘બ્રસેલ્સ બ્લાસ્ટ સાથે જોડાયેલી જાણકારીથી તમને લોકોને અપડેટ કરતી રહીશ. બધા લોકો હાલ સુરક્ષિત છે.

You might also like