ટ્રમ્પ-કિમ સમિટ પર 101 કરોડ રૂપિયા ખર્ચ કરી રહ્યુ છે સિંગાપોર….

સિંગાપોર….એક એવો દેશ છે જેના પર આખી દુનિયાની નજર ટકેલી છે. એવો દેશ જે બે એવા નેતાઓ વચ્ચે થઈ રહેલી વાટાઘાટની હોસ્ટિંગ કરી રહ્યો છે, જે એક બીજા પર ખાનગી હમલા કરવામાં કોઈ-કસર નથી છોડતા. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયઈ નેતા જ્યારે સિંગાપોરમાં એકબીજાને મળશે તો સુરક્ષા વ્યવસ્થાનો બંદોબસ્ત એટલો ચાંપતો થઈ જશે કે એક ત્યાં કોઈ પક્ષી પણ નહિ ફરકી શકે. આમ તો બંન્ને નેતા પોત-પોતાની સિક્યોરિટી ટીમ સાથે પહોંચ્યા છે તો પણ સિંગાપોર તેમની મુલાકાત પર એક અરબ રૂપિયાથી વધારે ખર્ચ કરવા જઈ રહ્યુ છે.

સિંગાપોરના પ્રધાનમંત્રી લી સિએન લૂંગે જણાવ્યુ કે સિંગાપોર આ મુલાકાત પર લગભગ 2 કરોડ સિંગાપુરી ડોલર એટલેકે લગભગ 101 કરોડ રૂપિયા ખર્ચ કરશે. આ રકમનો અડધો ભાગ એટલે કે 50 કરોડ રૂપિયા ફક્ત સુરક્ષા પર ખર્ચ થશે. મંગળવાર એટલેકે 12 જૂને ટ્રમ્પ અને કિમ સિંગાપોરના સૈંટોસા દ્વીપમાં કપૈલા હોટલમાં મળશે. બંન્ને નેતા રવિવારે જ આ મુલાકાત માટે સિંગાપોર સુધી પહોંચી ગયા છે.

કિમ જોંગ-ઉને સિંગાપુરના પ્રધાનમંત્રી લી સિએન લૂંગ સાથે મુલાકાત બાદ કહ્યુ કે જો શિખર સમ્મેલનમાં કોઈ કરાર થઈ જાય છે તો સિંગાપુરને તેના માટે ઈતિહાસમાં યાદ કરવામાં આવશે. દુનિયાભરમાં સિંગાપુરને એક સુરક્ષિત દેશ તરીકે જોવામાં આવે છે. આ ઉપરાંત સિંગાપુરના અમેરિકા અને ઉત્તર કોરિયા બંન્ને દેશો સાથે રાજદ્વારી સંબંધો છે. આ જ કારણ છે કે સિંગાપુરને આ ઐતિહાસિક વાટાઘાટ માટે પસંદ કરવામાં આવ્યો છે.

લી સિએન લૂંગે કહ્યુ કે ફક્ત સમિટના વેન્યૂ સુધી સુરક્ષા નહિ રહે પણ હવા, સમુદ્ર, જમીન દરેક જગ્યા પર કોઈ પણ ખરાબ સ્થિતિથી બચવા માટે સુરક્ષાકર્મી તૈનાત રહેશે. લી એ કહ્યુ કે આ એક હાઈ-પ્રોફાઈલ બેઠક છે અને આ દરમ્યાન કંઈપણ ખોટુ થાય છે તો સિંગાપોર તેની ભરપાઈ નહિ કરી શકે.

સિંગાપોરના ગૃહ મંત્રીના જણાવ્યા પ્રમાણે, લગભગ 5 હજાર પોલીસ અધિકારી અને ફર્સ્ટ રેસ્પોન્ડર્સ વાટાઘાટ માટે તૈનાત રહેશે. સિંગાપોરમાં કુલ 13 હજાર પોલીસ અધિકારી અને 2,500 ફર્સ્ટ રેસ્પોન્ડર્સ છે. જો કે, તેમના ઉપરાંત સેનાના જવાનોનો પણ તૈનાત હશે, પણ તેમની સંખ્યા વિશે હમણા કોઈ પણ જાણકારી નથી.

સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટ પ્રમાણે, ઓછામાં ઓછા બે યુદ્ધપોત સૈંટોસા દ્વીપ રિઝોર્ટની આસપાસ પેટ્રોલીંગ કરશે, જ્યાં વાટાઘાટો થશે. હોટલ સેન્ટ રીઝિસ જ્યાં કિમ રોકાયા છે અને શાંગરી-લા હોટલ જ્યાં ટ્રમ્પ રોકાયા છે, જેની બહાર સખત સુરક્ષા વ્યવસ્થા છે. શાંગરી-લા હોટલની બહાર તો યુએસ સીક્રેટ સર્વિસ એજેન્ટ્સ પણ તૈનાત છે. આ ઉપરાંત બેન્ને હોટલના બહાર સિંગાપુરના ગોરખા જવાન પણ તૈનાત છે.

You might also like