સિંધુ, સાક્ષી, દીપા અને જીતુ રાય આજે ખેલરત્ન બનશે

નવી દિલ્હીઃ રિયો ઓલિમ્પિકની સિલ્વર મેડલ વિજેતા શટલર પી. વી. સિંધુ અને બ્રોન્ઝ મેડલ વિજેતા પહેલવાન સાક્ષી મલિક સહિત ચાર ખેલાડીઓને આજે રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી દેશના સર્વોચ્ચ ખેલ સન્માન રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કારથી સન્માનિત કરશે. આ બંને ઉપરાંત ઓલિમ્પિકની ફાઇનલમાં પહોંચનારી પહેલી જિમનાસ્ટ દીપા કર્માકર અને શૂટર જીતુ રાયને પણ આ પુરસ્કાર આપવામાં આવશે. એવું પહેલી વાર બનશે કે જ્યારે ચાર ખેલાડીને એકસાથે ખેલ રત્ન પુરસ્કાર અપાશે. આ પહેલાં વર્ષ ૨૦૧૦માં ત્રણ ખેલાડીઓને એકસાથે આ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.

૧૫ ખેલાડી બનશે અર્જુન
રિયો ઓલિમ્પિકમાં ફાઇનલ સુધીની સફર ખેડનારી લાંબી કૂદની ખેલાડી લલિતા બાબર અને ક્રિકેટર અજિંક્ય રહાણે સહિત ૧૫ ખેલાડીને અર્જુન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. આ કોચને દ્રોણાચાર્ય પુરસ્કાર અપાશે.

You might also like