પી.વી સિંધુએ એશિયા ચેમ્પિયનશીપની ક્વાર્ટર ફાઇનલમાં

વુહાન : એશિયા ચેમ્પિયનશિપ બેડમિન્ટન ટુર્નામેન્ટમાં ગુરૂવારે દિવસ ભારત માટે સારો નહોતો રહ્યો. ઓલમ્પિટ પદ વિજેયા પી.વી સિન્ધુએ પોતાનો વિજય ક્રમ યથાવત્ત રાખતા મહિલા સિંગલ્સમાં ક્વાર્ટર ફાઇનલમાં પોતાનું સ્થાન બનાવ્યું હતું. તો બીજી તરફ પુરૂષ ખેલાડી અજય જયરામને હરાવીને ટુર્નામેન્ટથી બહાર થવું પડ્યું હતુ.
ટૂર્નામેન્ટનાં ચોથા નંબરની ખેલાડી સિંધુએ બીજી મેચમાં જાપાનની આયા ઓહોરીને સીધા સેટોમાં 21-14,21-15થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પોતાનું સ્થાન મજબુત કર્યું હતું. પુરૂષ એકલ વર્ગમાં થયેલી બીજી મેચમાં ચીની તાઇપેનાં ખેલાડી સુ જેન હાઓને જયરામને 21-19,21-10થી હરાવીને બહારનો રસ્તો દેખાડ્યો હતો.
આ પરિણામ સાથે જ સિંધુ આ ટુર્નામેન્ટમાં ભારત તરફથી એક માત્ર ખેલાડી રહી ચુકી છે. ક્વાર્ટર ફાઇનલમાં તેમનો સામનો આઠમા નંબરની ચીની ખેલાડી બિજજિયાઓ સામે થશે.

You might also like