લોકસભા અને વિધાનસભા ચૂંટણી સાથે કરાવવાથી ખર્ચ ઘટશે: રાષ્ટ્રપતિ

નવી દિલ્હી: રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ બુધવારે કહ્યું કે લોકસભા અને વિધાનસભાઓની ચૂંટણી સાથે કરાવવાથી ખર્ચ અને વ્યવસ્થાથી જોડાયેલી સમસ્યાઓને ઓછી કરવામાં મદદ મળશે. તેમણે ચૂંટણી પંચ સાથે આ મુદ્દા પર રાજનિતીક દળોને એક સાથે લાવવા માટે પહેલ કરવા માટે પણ કહ્યું છે. પ્રણવ મુખર્જીએ કહ્યું, ‘આ પહેલ ચૂંટણી પંચ તરફથી કરવામાં આવે કારણ કે પંચે નિષ્પક્ષ વ્યવહારની છાપ મેળવી છે. હું સમજું છું કે જો રાજનિતીક દળો આ મુદ્દા પર ચૂંટણી આયોગની મદદથી ગંભીરતા પૂર્વક સહેમત થાય છે, ત્યારે આ શક્ય છે.’

રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી રાષ્ટ્રીય મતદાર દિવસ પર સંબોધન કરી રહ્યા હતા, જે 1952માં ચૂંટણી પંચના ગઠનના અવસર પર ઉજવવામાં આવતો હતો. તેમણે કહ્યું કે એક સાથે ચૂંટણી કરાવવાથી ખર્ચ અને વ્યવસ્થાથી જોડાયેલી કેટલીક સમસ્યાઓને દૂર કરી શકાય છે. ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ લોકસભા અને વિધાનસભાઓની ચૂંટણીને એક સાથએ કરાવવા માટેના વિચારનો પ્રસ્તાવ કરી ચુક્યા છે.

કાનૂન પર સંસદની સ્થાયી સ્થિતિએ ડિસેમ્બર 2015માં પોતાના રિપોર્ટમાં એક સાથે ચૂંઠણી કરાવવા પર સમર્થન કર્યું હતું. સંસદીય સમિતીના રિપોર્ટ બાદ સરકારે ચૂંટણી પંચ પાસે આ બાબતે એમનો વિચાર માંગ્યો હતો. પંચે ત્યારે સ્પષ્ટ કર્યું હતું કે એના માટે આશરે 10 હજાર કરોડ વધારે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનોની જરૂર પડશે. આ ઉપરાંત પુષ્કળ પ્રમાણમાં સુરક્ષા દળોના જવાનોની જરૂર પડશે. પંચે એવો પણ ઇશારો કર્યો હતો કે એના માટે બંધારણમાં સંશોધન કરવું પડશે.

You might also like