સાઉદી અરબઃ આત્મઘાતી હુમલામાં 4ના મોત

મદીનાઃ સાઉદી અરબના બે શહેરોમાં સોમવારે સાંજે એક સાથે બે ધડાકા થયા હતા. કાતિફ અને મદીના બંને જગ્યા પર મસ્જિદની પાસે ઘડાકો થયો હતો. બે અલગ અલગ થયેલા ઘડાકામાં ચાર લોકોના મોત થયા છે.

પહેલો ઘડાકો કાતિફમાં થયો. જ્યારે બીજો ઘડાકો મદીનામાં થયો. જ્યાં આત્મઘાતી હુમલાખોરે પૈગંબર મસ્જિદની પાસે વિસ્ફોટ કરીને પોતાની જાતને ઉડાવ્યો હતો.

મદીના ઇસ્લામ ધર્મની સૌથી પવિત્ર જગ્યા છે. આ પહેલાં સોમવારે સવારે સાઉદી અરબના જ લાલ સાગરના તટ પર આવેલ જેદ્દાહમાં પણ અમેરિકી વાણિજ્યક દૂતાવાસની નજીક આત્મઘાતી હુમલો થયો હતો. આ આત્મઘાતી હુમલામાં હુમલાખોર માર્યો ગયો હતો. ચાર જુલાઇએ અમેરિકા પોતાનો સ્વતંત્ર દિવસ મનાવે છે.

આ પહેલાં વર્ષ 2004માં જેદ્દાહમાં જ અમેરિકી વાણિજ્ય દૂતાવાસમાં થયેલા આતંકી હુમલામાં 9 લોકોના મોત થયા હતા.

You might also like