અહીં ફર્શ પર સુતાની સાથે મહિલા થઇ જાય છે ગર્ભવતી

ભારત આસ્થા અને ચમત્કારોનો દેશ છે, અહીં સમયાંતરે કેટલાક ચમત્કારોની વાતો સાંભળવા મળે છે. આજે અમે એક એવા મંદિરની વાત તમારી સાથે કરવા જઇ રહ્યાં છે. જેના વિશે જાણીને કદાચ તમારા મનમાં પણ એક આશાનું કિરણ જન્મી શકે છે. ખાસ કરીને જે મહિલાઓ સંતાનથી વંચિત છે તેમણે તો આ ચમત્કાર પર વિશ્વાસ કરવો જ રહ્યો કારણકે ભારતનું આ એક એવું મંદિર છે કે જેની ફર્શ પર સુવાથી મહિલા થઇ જાય છે ગર્ભવતી..

નિસંતાન દંપતિ સંતાન પ્રાપ્ત માટે અનેક મુશ્કેલીઓમાંથી પસાર થાય છે. ત્યારે આ મંદિરની ફર્શ પર સુવા માત્રથી જ મહિલા ગર્ભવતિ બની જાય છે. હિમાચલના મંડી જિલ્લામાં લડભડોલ તહસીલના સિમસ ગામમાં એક દેવીનું મંદિર આવેલ છે. અહીં માન્યતા છે કે નિસંતાન મહિલા અહીં ફર્શમાં સુઇ જાય તો તેને સંતાન પ્રાપ્તિ થાય છે. નવરાત્રીમાં હિમાચલ પ્રદેશના પડોસી રાજ્યો પંજાબ, હરિયાણા, ચંદીગઢ સહિતના વિવિધ રાજ્યોમાંથી  મહિલાઓ અહીં સંતાન પ્રાપ્તિની આશાએ આવે છે.

સંતાન દાત્રી નામની આ દેવીના દર્શન માટે લોકો ઠેરઠેરથી આવી છે. અહીં નવરાત્રીમાં સલિન્દરા નામના ઉત્સવનું આયોજન પણ થાય છે. નવરાત્રીમાં અહીં નિસંતાન માતા મંદિરના પરિસરમાં આવે છે. દિવસ રાત મંદિરના પરિસરમાં સુઇ જાય છે. એવું માનવમાં આવે છે કે જે મહિલા માતા સિમસાને સાચા દિલથી પ્રાર્થના કરે છે. તેમને માતા સિમસા સ્વપ્નામાં માનવ રૂપ કે પછી પ્રતીક રૂપ દર્શન આપીને સંતાન પ્રાપ્તીના આર્શિવાદ આપે છે.

માન્યતા પ્રમાણે જો કોઇ મહિલાને સ્વપ્નામાં કંદ મૂળ અથવા તો ફળ દેખાય તો તે મહિલાને સંતાન પ્રાપ્તિના આર્શિવાદ પ્રાપ્ત થાય છે. અહીં માતા સંતાનમાં લિંગ નિર્ધારણનો સંકેત પણ આપે છે. જેમકે મહિલાને સ્વપ્નામાં જામફળ દેખાય તો તે મહિલાને પુત્ર પ્રાપ્ત થાય છે જો મહિલાને સ્વપ્નામાં ભીંડા દેખાય તો તેને પુત્રી પ્રાપ્ત થાય છે. જો કોઇ ધાતુ, લાકડી કે પથ્થર જેવી વસ્તુ સ્વપ્નામાં દેખાય તો તેને સંતાન પ્રાપ્તી નથી થતી.  કહેવાય છે કે નિસંતાનના આર્શિવાદ પ્રાપ્ત થયા પછી પણ જો મહિલા મંદિરના પરિસરમાં સૂતી રહે તો તેના આખા શરીરમાં ખંજવાળ આવે છે અને શરીર પર લાલ ડાઘ પડી જાય છે.

You might also like