કેન્સર સામેની લડતમાં સફળતા એક બ્લડ ટેસ્ટ દ્વારા નિદાન થશે

લંડનઃ જીવલેણ ગણાતી બીમારી કેન્સરની સમય પહેલાં જાણકારી મેળવીને લોકોનો જીવ બચાવવાની દિશામાં વૈજ્ઞાનિકોને મોટી સફળતા હાથ લાગી છે. તેમણે એક એવા સામાન્ય બ્લડ ટેસ્ટની શોધ કરવામાં સફળતા મેળવી છે. જેના દ્વારા શરીરમાં કેન્સરનાં લક્ષણો જાહેર થતાં પહેલાં જ તેની જાણ થઈ શકશે. આ ટેસ્ટની કિંમત ૩૧૦૦ રૂપિયા જેટલી થશે.

આ ટેસ્ટનું નામ છે. ‘સ્મોક ડિટેકટર ટેસ્ટ’ પહેલાના ટેસ્ટ દ્વારા કેન્સર થયાની જાણ થઈ શકતી હતી પરંતુ આ ટેસ્ટ દ્વારા કેન્સરની નહીં લાલ રક્ત કોશિકાઓમાં થનારા પરિવર્તનની જાણ થશે. આ કોશિકાઓમાં પરિવર્તન ત્યારે જ થાય છે જ્યારે કેન્સર થવાનું હોય છે.

કેન્સરના ઈલાજ માટે સૌથી અગત્યની બાબત એ છે કે યોગ્ય સમયે તેની જાણ શઈ શકે. જો તેમ થાય તો જ દર્દીનો જીવ બચાવી શકાય. જો શરીરના કોઈ એક ભાગમાં ટ્યૂમરની જાણ થઈ જાય તો સર્જરી દ્વારા તેને બહાર કાઢી શકાય છે. આ અભ્યાસનું નેતૃત્વ કરનાર પ્રોફેસર ગેરથ જેનકિન્સે જણાવ્યું કે આ ટેસ્ટનું નામ ‘સ્મોક ડિટેક્ટર ટેસ્ટ’ એટલે રખાયું છે કેમ કે તેની શરૂઆત સમા ધુમાડાની જાણકારી આપે છે. એ જ રીતે આ ટેસ્ટ દ્વારા પરિવર્તિત રક્ત કોશિકાઓની મદદથી કેન્સરની જાણ થઈ શકે છે.

પ્રોફેસર ગેરથે જણાવ્યું કે જૂની કહેવત છે કે ‘આગ લાગતાં પહેલાં ધુમાડો થાય છે એ જ રીતે અહીં પણ કેન્સર શરૂ થતાં પહેલાં શરીરમાં થતાં પરિવર્તનો જાણી શકાય છે.’

આ ટેસ્ટ દ્વારા રક્ત કોશિકાઓની સપાટી પર રહેલા પ્રોટિનમાં થનારાં પરિવર્તનને ડિટેક્ટ કરવામાં આવે છે. એક સ્વસ્થ વ્યક્તિમાં આ પ્રકારનું પરિવર્તન સરેરાશ દસ લાખ પર પાંચનું હોય છે પરંતુ કેન્સર પીડિત કોઈપણ વ્યક્તિમાં આ પરિવર્તન લગભગ ૫૦થી ૧૦૦ની વચ્ચે
થાય છે.

You might also like