સિમરની નાની બહેનનો નવો અવતાર

પોપ્યુવર ટીવી શો બાલિકા વધૂ અને સસુરાલ સિમરકા સિરિયલ દ્વારા દર્શકોના દિલોમાં ચોક્કસ સ્થાન પ્રાપ્ત કરનાર એક્ટ્રેસ અવિકા ગોરે તેનું મેકઓવર કરાવ્યું  છે. લાંબા વાળ સાથે ટ્રેડિશનલ લૂકમાં  જોવા મળતી અવિકા હવે લાંબા વાળમાં જોવા નહીં મળી. એકદમ ભારતીય સન્નારી જેવો લૂક તેના લોંગ હેરમાં આવતો હતો ત્યારે હવે તેણે મેકઓવરમાં તેના હેર કટ કરીને શોર્ટ કરી નાખ્યા છે અને નવી હેટસ્ટાઇલ સાથે એકદમ હોટ લાગી રહી છે. તેના આ નવા લૂકને પણ તેના ફેન્સ અને ફોલોવર્સે અપરિશિયેટ કર્યો છે.

avika123n અવિકાએ તેના લોંગ હેરકટનો ફોટો પોસ્ટ કરીને ટ્વિટર પર લખ્યું છે કે હવે મારા લોંગ હેર નથી રહ્યાં. પોતાના ટ્રેડિશનલ અવતારમાંથી બહાર આવીને અવિકા કાંઇક નવું કરવા માંગતી હતી. તે એક જ ઇમેજમાં બંધાઇ રહેવા નથી માંગતી અને એટલા માટે જ તેણે શોર્ટ હેર સાથે મેકઓવર કરીને સોશિયલ મિડિયા પર તેના ફોટા શેર કર્યા છે.

You might also like