અઠવાડીયાની અંદર ચાંદીના ભાવમાં જોવા મળ્યો ઉછાળો

અમદાવાદ: ક્રૂડના ઊંચા ભાવના પગલે રૂપિયા પર પણ સીધી નકારાત્મક અસર જોવા મળી છે. ડોલરમાં ખરીદીના વધતા આકર્ષણના પગલે રૂપિયો તૂટ્યો હતો. સપ્તાહ દરમિયાન ડોલર સામે રૂપિયો ૪૫ પૈસા તૂટ્યો હતો.

ગઇ કાલે છેલ્લે રૂપિયો ૬૭.૫૦ની સપાટીએ બંધ જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે પાછલા સપ્તાહે શુક્રવારે ૬૭.૦૫ની સપાટીએ બંધ નોંધાયો હતો. દરમિયાન રૂપિયાની ઘટાડાની ચાલની અસરથી સોના-ચાંદીના ભાવ પણ સપ્તાહ દરમિયાન સુધર્યા હતા. સપ્તાહમાં ૧૦ ગ્રામ શુદ્ધ સોનાના ભાવમાં ૩૦૦ રૂપિયાનો વધારો નોંધાઇ ૩૨,૧૫૦ની સપાટીએ ભાવ ખૂલ્યો હતો.

દરમિયાન ચાંદીમાં પણ ઉછાળો નોંધાતો જોવા મળ્યો હતો. સપ્તાહ દરમિયાન ચાંદીમાં પ્રતિ કિલોએ રૂ. ૮૦૦નો ઉછાળો નોંધાઇ આજે ઘરઆંગણે ચાંદીના ભાવ રૂ. ૪૦,૭૫૦ની સપાટીએ ખૂલ્યા હતા.

You might also like