ચાંદીના ભાવમાં ત્રણ દિવસમાં એક હજારનો ઉછાળો

અમદાવાદ: ઉત્તર કોરિયા અને અમેરિકા વચ્ચે તંગદિલીભર્યા માહોલના પગલે વૈશ્વિક સોનાના ભાવમાં ઉછાળો નોંધાયો હતો. વૈશ્વિક બજારમાં સોનું ૧૩૧૭ ડોલરની સપાટીએ પહોંચી ગયું હતું, જેના પગલે સ્થાનિક બજારમાં પણ ઉછાળો નોંધાયો હતો. દક્ષિણ કોરિયાથી સોનાની ફ્રી આયાત બંધ કરાતાં સ્થાનિક બજારમાં સોનાના ભાવને સપોર્ટ મળ્યો હતો. માત્ર ત્રણ જ દિવસમાં સોનાના ભાવમાં રૂ. ૬૦૦નો ઉછાળો નોંધાયો હતો. આજે સ્થાનિક બજારમાં સોનાનો રૂ. ૩૦,૬૦૦ની સપાટીએ ભાવ ખૂલ્યો હતો. એ જ પ્રમાણે ચાંદીમાં પણ ત્રણ દિવસમાં પ્રતિકિલોએ રૂ. એક હજારનો ઉછાળો નોંધાયો હતો. આજે સ્થાનિક બજારમાં ચાંદીમાં રૂ. ૪૦,૫૦૦ની સપાટીએ ભાવ ખૂલ્યો હતો.

બુલિયન બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે દક્ષિણ કોરિયાથી ફ્રી આયાત બંધ કરાતાં સોનાના ભાવમાં ઉછાળો નોંધાયો છે. મુક્ત વેપાર સમજૂતી અંતર્ગત ડ્યૂટી ફ્રી આયાતના કારણે સરકારને રૂ. ૭૫૦ કરોડથી વધુની ટેક્સ આવક ગુમાવવી પડી હતી.

દરમિયાન ચાલુ વર્ષે દેશભરનાં મોટા ભાગનાં રાજ્યમાં અપેક્ષા મુજબનો વરસાદ નોંધાતાં સોના-ચાંદીની માગ વધે તેવી શક્યતા પાછળ આંતરરાષ્ટ્રીય બજારના ભાવમાં સુધારાની ચાલ નોંધાઇ છે.

You might also like