સપ્તાહમાં ચાંદીમાં રૂ. ૧૦૦૦નો ઉછાળો નોંધાયો

અમદાવાદ: સ્થાનિક બજારમાં સપ્તાહ દરમિયાન ચાંદીમાં પ્રતિ કિલોએ રૂ. ૧૦૦૦થી વધુનો ઉછાળો નોંધાતો જોવા મળ્યો છે. આજે શરૂઆતે ચાંદી ૩૮,૫૦૦ની સપાટીએ ભાવ ખૂલ્યો હતો. એ જ પ્રમાણે સોનામાં પણ સપ્તાહ દરમિયાન રૂ. ૫૦૦નો ઉછાળો નોંધાયો છે. આજે શરૂઆતે ૧૦ ગ્રામ શુદ્ધ સોનાનો રૂ. ૨૯,૫૦૦ની સપાટીએ ભાવ ખૂલ્યો હતો.

વૈશ્વિક બજારમાં પણ બુલિયનમાં તેજીનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. વૈશ્વિક બજારમાં સોનું ૧૨૫૦ ડોલર પ્રતિ ઔંસની સપાટી ક્રોસ કરી ૧૨૫૧ ડોલર પ્રતિ ઔંસની સપાટીએ જોવા મળ્યું છે. વૈશ્વિક બજારમાં પાછલા બે મહિનામાં સૌથી મોટો સાપ્તાહિક સુધારો નોંધાતો જોવા મળ્યો છે.

આગામી ૨૫ અને ૨૬ જુલાઇએ યુએસ ફેડરલ રિઝર્વની બેઠક મળી રહી છે. તે પૂર્વે બુલિયન બજારમાં તેજીનો ટ્રેન્ડ જોવાઇ શકે છે. સ્થાનિક બુલિયન બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે સેન્ટિમેન્ટ જોતાં આગામી સપ્તાહે પણ સ્થાનિક બુલિયન બજારમાં તેજીનો ટ્રેન્ડ જોવા મળી શકે છે.

You might also like