ઘરઆંગણે ચાંદીના ભાવમાં રૂ. ૩૦૦નો ઘટાડો

અમદાવાદ: વિશ્વભરના ઇક્વિટી અને બુલિયન બજારમાં અમેરિકા દ્વારા વ્યાજદરમાં વધારો કરવાની આશંકાએ અનિશ્ચિતતાભર્યા માહોલ વચ્ચે બુલિયન બજારમાં પણ ઘટાડાની ચાલ જોવા મળી છે. આજે ઘરઆંગણે ચાંદીના ભાવમાં રૂ. ૩૦૦નો ઘટાડો નોંધાઇ પ્રતિકિલોએ ચાંદી રૂ. ૪૫,૨૦૦ની સપાટીએ ભાવ ખૂલ્યો હતો. એ જ પ્રમાણે સોનાના ભાવમાં પણ રૂ. ૧૦૦નો ઘટાડો નોંધાઇ સોનું ૩૧,૩૦૦ની સપાટીએ ખૂલ્યું હતું.

નોંધનીય છે કે વૈશ્વિક બજારમાં સોનામાં છ ડોલરનો ઘટાડો નોંધાઇ ૧,૩૨૮ ડોલર પ્રતિઔંસની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળ્યો છે. ડોલરની મજબૂતાઇએ બુલિયન બજારમાં પણ તેની સીધી નકારાત્મક અસર જોવા મળી છે અને તેને કારણે સ્થાનિક બજારમાં પણ સોના અને ચાંદીમાં ઘટાડાની ચાલ નોંધાઇ છે.

You might also like