૨૦૧૬ના પ્રથમ છ મહિનામાં ચાંદીમાં રોકાણકારોને ચાંદી

અમદાવાદ: બ્રિટન યુરો ઝોનમાંથી બહાર નીકળી જવાના આવેલા જનમત બાદ સોનામાં મોટો ઉછાળો નોંધાયો છે, પરંતુ કેલેન્ડર વર્ષ ૨૦૧૬ના પ્રથમ છ મહિનાનો ડેટા જોઇએ તો શેરબજાર સોના કરતા ચાંદીમાં રોકાણકારોને ચાંદી જોવા મળી છે. પ્રથમ છ મહિનામાં ચાંદીમાં રોકાણકારોને ૨૪ ટકાથી વધુનું રિટર્ન મળ્યું છે. એટલે કે માત્ર છ જ મહિનામાં ચાંદીમાં ૮,૦૦૦થી વધુનો ઉછાળો નોંધાયો છે.

જ્યારે સોનામાં ૧૮.૮૬ ટકાનો સુધારો નોંધાતો જોવા મળ્યો છે તેની સામે શેરબજારમાં નહીં માત્ર જેટલો જ સુધારો નોંધાયો છે એટલે કે સેન્સેક્સમાં પ્રથમ છ મહિનામાં ૧.૦૯ ટકાનો સુધારો નોંધાયો છે તો બીજી બાજુ નિફ્ટીમાં ૧.૮૬ ટકાનો સુધારો જોવાયો છે, જ્યારે શેરબજાર કરતાં ડોલરમાં રોકાણ કરનારા વધુ ફાવ્યા છે. ડોલરમાં રોકાણ કરનારાઓને પ્રથમ છ મહિનામાં ૨.૭૨ ટકાનું રિટર્ન છૂટ્યું છે.

બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે બ્રેક્ઝિટ બાદ વધતી જતી અનિશ્ચિતતાના પગલે સોના અને ચાંદીમાં હજુ પણ સુધારો જોવાય તેવી શક્યતા વધુ જોવા મળી રહી છે. સલામત રોકાણ તરીકે સોના-ચાંદીમાં રોકાણનું આકર્ષણ વધ્યું છે તો બીજી બાજુ ઈક્વિટી બજારમાં ઓછું રિટર્ન મળવાની ભીતિએ બજાર તૂટ્યું છે.

page-4

You might also like