ઘરઆંગણે સોના અને ચાંદીમાં સુધારાની ચાલ

આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં સુધારાની ચાલ નોંધાતી જોવા મળી છે. સોનાએ ૧,૨૭૭ ડોલર પ્રતિઔંસની સપાટી વટાવી દીધી છે ત્યારે સ્થાનિક બજારમાં પણ તેની સુધારાની ચાલ જોવા મળી છે. આજે શરૂઆતે ઘરઆંગણે સોનામાં વધુ રૂ.૨૦૦નો સુધારો નોંધાઇ ૩૦,૦૦૦ની સપાટી ક્રોસ કરી ૩૦,૨૦૦ની સપાટીએ ભાવ ખૂલ્યો હતો.

એ જ પ્રમાણે ચાંદીમાં પણ મજબૂત સુધારો જોવા મળ્યો છે. આજે શરૂઆતે ચાંદીનો ૨૦૦ રૂપિયાના સુધારે ૩૮,૫૦૦ પ્રતિકિલોની સપાટીએ ભાવ ખૂલ્યો હતો. બુલિયન બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે અમેરિકા અને ઉત્તર કોરિયામાં જોવા મળી રહેલી તંગદિલીના પગલે બુલિયન બજારમાં તેની અસર જોવા મળી હતી અને આંતરરાષ્ટ્રીય બજારમાં મોટા ફંડોની લેવાલીના પગલે સોનું ૧,૨૭૫ ડોલરની મહત્ત્વની સપાટી ક્રોસ કરીને ૧,૨૭૭ ડોલરની મજબૂત સપાટીએ જોવા મળ્યું હતું.

You might also like