સપ્તાહમાં ચાંદી રૂ. ૫૦૦, રૂપિયો ૫૦ પૈસા તૂટ્યો

અમદાવાદ, શનિવાર
આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું ૧૩૩૩ ડોલર પ્રતિઔંસની સપાટીએ પહોંચી ગયું છે. સોનાના ભાવ પ્રેશરમાં જોવા મળી રહ્યા છે. સપ્તાહ દરમિયાન સ્થાનિક બજારમાં સોનાના ભાવમાં ખાસ કોઇ મોટી વધ-ઘટનો અભાવ વરતાઇ રહ્યો હતો.

આજે શરૂઆતે ૧૦ ગ્રામ શુદ્ધ સોનાનો ભાવ રૂ. ૩૧,૬૫૦ની સપાટીએ ખૂલ્યો હતો, જ્યારે ચાંદી રૂ. ૫૦૦ તૂટી હતી. આજે શરૂઆતે ચાંદી રૂ. ૪૦,૧૫૦ના મથાળે ખૂલી હતી. નોંધનીય છે કે એક મહિનામાં વૈશ્વિક બજારમાં સોનાના ભાવમાં ૧.૦૮ ટકા સુધારો નોંધાયો છે.

દરમિયાન સપ્તાહમાં ડોલર સામે રૂપિયો પ૦ પૈસા તૂટ્યો હતો. ગઇ કાલે છેલ્લે રૂપિયો ૬૪.૦૫ના મથાળે બંધ જોવાયો હતો. પાછલા સપ્તાહે છેલ્લે રૂપિયો ૬૩.૫૫ની સપાટીએ બંધ આવ્યો હતો. વિદેશી રોકાણકારોએ રોકાણ પાછું ખેંચતાં તથા ડોલરની મજબૂત ચાલના પગલે રૂપિયામાં નરમાઇ નોંધાઇ હતી. એનાલિસ્ટના જણાવ્યા પ્રમાણે ડોલરનું સેન્ટિમેન્ટ જોતાં આગામી સપ્તાહમાં પણ રૂપિયામાં નરમાઇની ચાલ નોંધાઇ શકે છે.

You might also like