શીખો પણ ભારત માતા કી જય ન બોલી શકે

ભટિંડા : ભારત માતા કી જયનાં મુદ્દે ચાલી રહેલા એક પછી એક નવા નવા વળાંકો આવી રહ્યા છે. એઆઇએણઆઇએમ ચીફ અસદુદ્દીન ઓવૈસી બાદ હવે શિરોમણી અકાલી દળે પણ આ વિવાદમાં કુદાવ્યું છે. અમૃતસરનાં પાર્ટી અધ્યક્ષ સિમરતજીત સિંહે કહ્યું કે શીખ ક્યારે પણ ભારત માતા કી જયનાં નારાઓ લગાવી શકે નથી. માને કહ્યું કે શિખ કોઇ પણ સ્વરૂપે મહિલાઓની પુજા નથી કરતા. જેનાં કારણે ભારત માતા કી જયનાં નારાઓ લગાવી શકે નહી.

માનની આ ટીપ્પણી તેવા સમયે આવી છે જ્યારે ભાજપે જણાવ્યું છે કે ભારત માતા કી જય નહી બોલનારી વ્યક્તિ દેશભક્ત ન હોઇ શકી. તેની વિરુદ્ધ કેસ પણ ચલાવવામાં આવવો જોઇએ. અત્રે ઉલ્લેખનીય છે કે ભારતીય સૈન્યમાં શીખો મોટા પ્રમાણમાં છે. તેમની દેશભક્તિ પર સવાલ ઉઠાવી શકાય તેવું જ નથી.

અકાલી દળનાં નેતાએ કહ્યું કે શિખોને વાહેગૂરૂ જી કા ખાલસા વાહે ગુરૂજી કી ફતેહ બોલવું જોઇએ. તેણે કહ્યું કે ભાજપને તે બાબતનો ખ્યાલ હોવો જોઇએ કે શીખ વંદે માતરમનો નારો પણ નથી લગાવી શકતા. માને જણાવ્યું કે ક્યારે પણ બીજા ધર્મો પર પોતાનો ધર્મ થોપવા માટેનો પ્રયાસ ન કરવો જોઇએ. દરેક વ્યક્તિને પોતાનાં ધર્મ અને તેની માન્યતાઓ સાથે જીવવા દેવામાં આવવું જોઇએ. માટે ક્યારે પણ કોઇ વ્યક્તિને તે માટે મજબુર કરવો જોઇએ નહી.

You might also like