કેનેડામાં શીખ યુવાનની ગોળી મારી હત્યાઃ ભારતીયોમાં હડકંપ

ટોરેન્ટો: કેનેડામાં કેટલાક અજાણ્યા હુમલાખોરોએ ૧૯ વર્ષીય એક શીખ યુવાનની તેના ઘરની બહાર જ ગોળી મારીનેે હત્યા કરતાં કેનેડામાં વસતા ભારતીયોમાં હડકંપ મચી ગયો છે. પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટનામાં આ યુવાનનો એક સંબંધી પણ ઘાયલ થયો છે.

ગગનદીપસિંહ સ્થાનિક પોલીસનો પરિચિત હતો, જોકે તેનો કોઇ ક્રિમિનલ રેકોર્ડ નહોતો. રવિવારે આ યુવાન પોતાના પરિવાર સાથે લગ્નમાં હાજરી આપીને પોતાના સંબંધી સાથે વાતચીત કરવા ઘરની બહાર ગેરેજ પાસે આવ્યો હતો ત્યારે કેટલાક અજાણ્યા હુમલાખોરોએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું.

એબટસફોર્ડ પોલીસ વિભાગે જણાવ્યું હતું કે અધિકારીઓને રાત્રે ૧૧-૩૦ કલાકની આસપાસ ફાયરિંગની ઘટનાની જાણ થઇ હતી. ઘટનાસ્થળે પહોંચેલા અધિકારીઓએ જણાવ્યું હતું કે બે વ્યકિતને ગોળી વાગી છે. ગગનદીપસિંહને હોસ્પિટલમાં લઇ જવાયાના થોડી વાર બાદ મૃત જાહેર કરવામાં આવ્યો હતો.

ગોળીબારમાં ઘાયલ થયેલા તેના સંબંધી સારવાર જારી છે. ઇન્ટિગ્રેટેડ હોમીસાઇડ ઇન્વેસ્ટિગેશન ટીમે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ગોળીબાર પાછળનું કારણ હજુ જાણવા મળ્યું નથી.

You might also like