શીખ ધર્મગુરુ બાબા રણ‌િજતસિંહ પર હ‌ુમલોઃ એક સંતનું મોત

લુધિયાણા: લુધિયાણામાં શીખ ધર્મના ગુરુ સંત રણ‌િજતસિંહ ઢંડા‌િરયાવાલે પર ગઈ કાલે કેટલાક અજાણ્યા ૬૦ લોકોએ ૫૦ થી ૬૦ રાઉન્ડ ફાય‌િરંગ કરતાં બાબા રણ‌િજતસિંહનો આબાદ બચાવ થયો હતો, જ્યારે બીજા અેક સંત બાબા ભ‌ૂપીન્દરસિંહનું મોત થયું હતું. આ ઘટના બાદ લુધિયાણામાં પોલીસે હાઈ અેલર્ટ જાહેર કરી દીધું છે.

શીખ ધર્મના ગુરુ બાબા રણ‌િજતસિંહ ઢંડા‌િરયાવાલે ગઈ કાલે રાતે આઠ વાગ્યે તેમના સંતો અને શિષ્યોના કાફલા સાથે લુધિયાણા નજીકના અેક ગામમાં સંત સમાગમ માટે જઈ રહ્યા હતા ત્યારે બાબા રણ‌િજતસિંહની હત્યા કરવાના ઈરાદે બપોરના ૧૨ વાગ્યાથી શરબત ‌િપવડાવવાના બહાને સ્ટોલ લગાવી બેઠેલા કેટલાક હુમલાખોરોએ સંતોના કાફલાને અટકાવી બાબાની કાર નજીક આવી બાબાજી કઈ ગાડીમાં છે? તેમ પૂછ્યા બાદ અંધાધૂંધ લગભગ ૫૦ થી ૬૦ રાઉન્ડ ફાય‌િરંગ કર્યું હતું, જ્યારે અન્ય લોકોએ હોકી, લાકડીઓથી બાબાની કાર પર હુમલો કર્યો હતો.

લગભગ ૬૦ જેટલા લોકોએ આડેધડ કરેલા ફાય‌િરંગના કારણે કારની આગળની સીટમાં બેઠેલા પરમેશ્વરદ્વાર ગુરુમત પ્રચાર સેવા મિશનના પ્રચારક સંત બાબા ભૂપીન્દરનું મોત થયું હતું. જ્યારે બાબા રણ‌િજતસિંહ કારની પાછળની સીટમાં બેઠા હોવાથી કારચાલકે સતર્કતા દાખવી કાર ભગાવી દેતાં બાબાનો આબાદ બચાવ થયો હતો.

આ ઘટના બાદ પોલીસે ઘટનાસ્થળે લગાવવામાં આવેલા સ્ટોલ, ટેન્ટ, બેઝબોલ, શરબત ‌િપવડાવવાનો સામાન, તેમજ કારતૂસ અને તેનાં ખોખાં કબજે કર્યાં હતાં, જોકે આ ઘટનામાં બાબા સંત રણ‌િજતસિંહનો બચાવ થયો હોવાથી બાબાઅે ખુદ અેક વીડિયો રજૂ કરી તેમના સમર્થકોને શાં‌િત રાખવા અપીલ કરી છે.

You might also like