અમેરિકા : ‘તમારા દેશમાં પાછા જાઓ’ કહી શિખ વ્યક્તિ પર ફાયરિંગ

વોશિંગ્ટન : અમેરિકામાં ભારતીય વિરુધ્ધ હેટ ક્રાઇમના મામલામાં અચાનક વધારો આવ્યો છે. હજી ગઇકાલે જ એક ભારતીય ગુજરાતી યુવકની હત્યાનો મામલો બન્યો હતો ત્યા આજે ફરી ભારતીય સમુદાયના શીખ વ્યક્તિ પર અજાણ્ય શખસ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું. માસ્ક પહેરીને આવેલ વ્યક્તિએ ‘તમારા દેશમાં પાછા જાઓ’ કહી શીખ વ્યક્તિ પર ફાયરિંગ કર્યું. છેલ્લા થોડા દિવસોમાં ભારતીય વિરુધ્ધના હેટ ક્રાઇમનો આ ત્રીજો બનાવ છે.

આ બનાવની વિગત જોઇએ તો 39 વર્ષીય શિખ જ્યારે વોશિંગ્ટન સ્થિત પોતાના ઘરની બહાર પોતાની કાર રીપેર કરી રહ્યાં હતા ત્યારે અજાણ્ય શખસ દ્વારા તેમના પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ફાયરિંગ કરાયેલા શિખ યુવાને પોલીસે જણાવ્યું હતું માસ્ક પહેલ એક વ્યક્તિ તેની પાસે આવ્યો હતો અને તેની સાથે ચર્ચા કરવા લાગ્યો હતો. ત્યારે બાદ ‘તમારા દેશમાં પાછા જાઓ’ની બુમો પાડી ફાયરિંગ કર્યું હતું.

http://sambhaavnews.com/

You might also like