ધાર્મિક ભેદભાવના લીધે હતાશ સિખ કેપ્ટને US આર્મી વિરુદ્ધ કર્યો કેસ

વોશિંગ્ટન: અમેરિકન આર્મીના એક સિખ કેપ્ટન સિમરતપાલ સિંહે તેમની મિલેટ્રીની વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. કેપ્ટન સિમરત તેમના ધર્મના અનુસાર દાઢી અને લાંબા વાળ રાખવાની પરવાનગી માંગતા હતા, પરંતુ તેના માટે તેમના ઘણા ટેસ્ટ કરાવામાં આવ્યા.

ગત વર્ષે દાઢી અને પાઘડીની કામચલાઉ પરવાનગી મળી હતી

સિમરત સિંહ અમેરીકાની 349 એન્જીનિયર બટાલિયનમાં કેપ્ટન છે. તેમને ગત વર્ષે દાઢી અને પાઘડી બાંધવાની પરવાનગી મળી ગઇ હતી પરંતુ તે પરવાનગી કામચલાઉ હતી. જોકે સિમરતપાલ સિંહ કાયમી પરવાનગી મેળવવા માંગતા હતા.

કેપ્ટન સિમરતપાલનો કરાયો ગેસ માસ્ક ટેસ્ટ

આસિસ્ટન્ટ આર્મી સેક્રેટરી ડેબ્રા વાડાએ કેપ્ટન સિમરતને કાયમી પરવાનગી માટેના થોડાક ટેસ્ટ કરવા માટે જણાવ્યું હતું. વાડા ખાતરી કરવા માગતા હતા કે કેપ્ટન સિમરત દાઢીની સાથે અને પાઘડી પહેર્યા પછી ગેસ માસ્ક અને હેલ્મેટ પહેરી શકે છે કે નહીં.

મિલેટ્રી એકેડમીમાં પહેલા દિવસે દાઢી વાળ કપાવા પડ્યાં હતાં

સિંહના સમર્થકોએ જણાવ્યું હતું કે સિંહે તેની યુનિટના બીજા બધા સભ્યોની સાથે ગેસ માસ્ક ટેસ્ટ પાસ કરી લીધી હતી. કેપ્ટન સિંહને અફઘાનિસ્તાનના કંધાર પ્રાંતમાં રોડથી એક્સપ્લોઝિવ હટાવાવા માટે બ્રોંઝ મેડલ મળ્યો છે. આ સિખ કેપ્ટનને 2006માં યુએસ મિલેટ્રી એકેડમીમાં પહેલા દિવસે દાઢી વાળ કપાવવા પડ્યા હતા.

6 વર્ષમાં ફક્ત 3 શિખોને પાઘડી રાખવાની પરવાનગી મળી હતી

2014માં અમેરિકન સેનાએ જવાનોને ગરમીવાળા વિસ્તારમાં તેમના ધર્મ અનુસાર પાઘડી, સ્કાફ અને ટેટૂની પરવાનગી આપવામાં આવી હતી. પરંતુ ધ્યાન રાખવા જેવી બાબત એ છે કે છેલ્લા 6 વર્ષોમાં ફક્ત 3 સિખ જવાનોને પાઘડી અને દાઢી રાખવાની પરવાનગી મળી છે.

You might also like