OMG! શનિના ગ્રહ પર જીવનની શકયતાઓના મળ્યા સંકેત

વોશિંગ્ટન: શનિ ગ્રહના ચંદ્રમા ઇન્સેલેડર્સની બર્ફીલી સપાટી પર ઘણી તિરાડો છે. વૈજ્ઞાનિકોએ આ તિરાડોમાંથી નીકળતા મોટા જૈવિક અણુઓની શોધ કરી છે. જેમાં કાર્બનની પ્રચુરતા છે. આ અણુઓના મળવાથી શનિના ઉપગ્રહ પર જીવન શકય હોવાના સંકેત વધુ પ્રબળ બન્યા છે.

આ શોધ માટે અમેરિકી સ્પેસ એજન્સી નાસાના કેસીની અંતરિક્ષ યાન દ્વારા જમા કરાયેલા કેટલાક ડેટાનો અભ્યાસ કરાયો. સંશોધન મુજબ જટીલ અણુઓનું નિર્માણ ઉપગ્રહના ત્યાં રહેલા મહાસાગરના ગરમ પાણી વચ્ચે થયેલી રાસાયણિક પ્રક્રિયાના ફળ સ્વરૂપે થયું હતું.

ઉલ્લેખનીય છે કે શનિ ગ્રહની જાણકારી મેળવવા માટે નાસાની સાથે સાથે ઇટાલી અને યુરોપની એજન્સીએ ભાગીદારીમાં કેસીની લોન્ચ કરી હતી. સપ્ટેમ્બર ર૦૧૭માં આ યાનનું મિશન સમાપ્ત થઇ ગયું. અમેરિકાની સાઉથ વેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિયૂટ અંગે ક્રિસ્ટોફર ગ્લેને કહ્યું કે ઇન્સેલેડસે અમને એક વાર ફરી ચોંકાવી દીધા છે.

પહેલાં ત્યાં કેટલાક કાર્બન પરમાણુવાળા ઓર્ગેનિક અણુઓની ઓળખ થઇ હતી. આ વખતે જે અણુઓની શોધ થઇ તે મિથેનથી દસ ઘણી ભારે છે.

પાણીથી નીકળતા અણુ મળવાથી તે ઉપગ્રહ પૃથ્વી પછી પણ જીવન શકય હોવાની તમામ પાયાની જરૂરિયાતોને સંતુષ્ટ કરનાર પહેલું ખગોળીય ‌પિંડ છે. ર૦૧પમાં ઇન્સેલેડર્સ પાસેથી પસાર થનાર કેસીનીએ હાઇડ્રોજનના અણુની ઓળખ કરી હતી. આ પહેલાં ત્યાંની ઉપરની સપાટીમાં મહાસાગર હોવાના પુરાવા પણ મળ્યા હતા.

પૃથ્વીના મહાસાગરોમાં રહેતા સૂક્ષ્મ જીવોને હાઇડ્રોજનથી જ રાસાણિક ઊર્જા પ્રાપ્ત થાય છે. આ આધાર પર શનિના ઉપગ્રહ પર પણ સૂક્ષ્મ જીવ હોઇ શકે છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ શોધ બાદ આવનારા સમયમાં શનિ પર મોકલનાર અંતરિક્ષ યાનનુ પોતાના સંશોધનમાં સહાયતા મળશે.

You might also like