ભારે ઊથલપાથલ બાદ શેરબજાર પર મોટા ખતરાના સંકેત

728_90

મુંબઇ: શુક્રવારે શેરબજારમાં જે પ્રકારની ઊથલપાથલ મચી ગઇ તેના કારણે હાહાકાર મચી ગયો છે. નિષ્ણાતોનું કહેવું છે કે શેરબજારની આ ઊથલપાથલ કોઇ મોટા ખતરાના સંકેતરૂપ છે. છેલ્લા ચાર દિવસથી શેરબજારમાં મંદીના કડાકાના કારણે લોકોએ ૫.૬૬ લાખ કરોડ ગુમાવતાં બજારમાં ફફડાટ વ્યાપી ગયો છે.

ગઇ કાલે ડીએચએફએલના સમાચારના કારણે સમગ્ર બજાર હચમચી ગયું હતું અને સેન્સેક્સમાં ૧૫૦૦ પોઇન્ટની ઊથલપાથલ જોવા મળી હતી. પાછળથી બજારમાં રિકવરી આવી હતી. ડીએચએફએલ અને યસ બેન્કના શેરમાં કડાકાે બોલાઇ જતા બજારનું સેન્ટિમેન્ટ બગડી ગયું હતું.

આઇએલએન્ડએફએસ સંકટનો ડર બજાર પર હાવી થઇ ગયો છે. હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ તૂટવાથી બજારમાં માહોલ બગડી ગયો છે. બોન્ડ યીલ્ડ વધવાથી માર્જિન ઊડવાનો ખતરો પણ ઊભો થયો છે. આ ઉપરાંત ક્રૂડ ઓઇલનો ભાવ ૮૦ ડોલરની આસપાસ હોવાથી બજારનું ટેન્શન વધ્યું છે.  યસ બેન્કના રોકાણકારોએ એક જ ઝટકામાં રૂ. ૨૫ હજાર કરોડ ગુમાવી દીધા છે.

You might also like
728_90