બર્માના એક ગામમાં બધાં સાઈન લેન્ગવેજ વાપરે છે

બાગાન: પહેલાંના જમાનામાં શાબ્દિક લેન્ગવેજ ન હતી ત્યારે લોકો સાઈન લેન્ગવેજથી વાત કરતા હતા. તે સમયે દરેક ગામની પોતાના સાંકેતિક ભાષા હતી પરંતુ અત્યારે જ્યારે સાંકેતિક ભાષામાં વાત કરતા કોઈને જોઈઅે તો નવાઈ લાગે. બાલીના બેંગકાલા નામના એક ગામમાં ૩૦૦૦ જેટલા લોકો વસે છે.

ગામના તમામ લોકો સદીઅો જૂની તેમની સાંકેતિક ભાષામાં વાત કરે છે. દરેક વ્યક્તિ કાટા કોલક તરીકે અોળખાતી પરંપરાગત સાંકેતિક ભાષા શીખે છે અને તે પરંપરા અનુસરે છે. જોકે એનું કારણ અે છે કે શ્રવણશક્તિની અક્ષમતા અહીં અાખા વિશ્વ કરતાં ૧૫ ગણી વધુ છે.

સાંભળવામાં અક્ષમ હોય તેવા લોકોની સંખ્યા સામાન્ય કરતા વધુ જોવા મળે છે અને અા જ કારણે ગામના તમામ લોકો સાઈન લેન્ગવેજ શીખે છે. અા ગામમાં સાંભળી ન શકવું તેને અક્ષમતા ગણવામાં અાવતી નથી. તેઅો તેમને તેમના દેવતાની ભેટ માણે છે. જે લોકો સાંભળી ન શકતા હોય તેને વધુ મજબૂત, વફાદાર અને પ્રામાણિક માને છે. સ્કૂલોમાં શિક્ષકો પણ બોલીને અને સાંકેતિક ભાષા વાપરીને એમ બંને રીતે શીખવે છે.

You might also like