આખરે સિદ્ધાર્થ અપસેટ કેમ થઈ ગયો છે? FB, ઈન્સ્ટાગ્રામ, ટ્વિટર કર્યું બ્લેકઆઉટ

સ્ટુડન્ટ ઑફ ધ યર ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કરનાર સિદ્ધાર્થ મલ્હોત્રાનું ફિલ્મી કેરિયર હાલમાં ડામાડોળ થઈને ચાલી રહ્યું છે. ગત બે વર્ષમાં સિદ્ધાર્થ કપૂરે ચાર ફિલ્મોમાં કામ કર્યું છે અને તેમાંથી ત્રણ ફિલ્મો ખાસ બિઝનેસ કરી શકી નહીં અને ફ્લોપ રહી.

વર્ષ 2016માં આવેલી ‘કપૂર એન્ડ સન્સ’ ફિલ્મને છોડીએ તો તેના પછીની ‘બાર બાર દેખો’ ‘એ જેન્ટલમેન’ અને 2017માં જ રિલીઝ થયેલી ફિલ્મ ‘ઈત્તેફાક’ પણ ખાસ ચાલી નથી, બલ્કે ફ્લોપ જ રહી તેવું પણ કહી શકાય.

પોતાની ફિલ્મો સતત ફ્લોપ થવાના કારણે સિદ્ધાર્થ મલ્હોત્રા એટલો બધો પરેશાન થઈ ગયો છે કે, તેણે પોતાના તમામ એકાઉન્ટ્સની પ્રોફાઈલ ફોટો અને કવર ફોટો બ્લેકઆઉટ કરી દીધા છે.

સિદ્ધાર્થે એક એવું ટ્વિટ પણ કર્યું છે, જેના પરથી તે અપસેટ હોય તેવું દેખાઈ પણ રહ્યું છે. સિદ્ધાર્થે ટ્વિટ કરીને લખ્યું છે કે, ‘સૉરી, આઈ એમ ડન.’ જો કે અન્ય કોઈ કારણ જાણી શકાયું નથી, પરંતુ તેની ફિલ્મો સતત ફ્લોપ જઈ રહી છે, તેના કારણે તે ખૂબ પરેશાન થઈ રહ્યો છે.

You might also like