રાતે લાઇટ ચાલુ રાખીને સૂવો છો તો થઇ જાવ સાવધાન!

સામાન્ય રીતે લાઇટ ચાલુ રાખીને સૂવું ભલે તમારા માટે કોમન વાત હોય પરંતુ શું તમે જાણો છો કે આ કોમન લાગનારી વાત તમારા માટે કેટલી ખતરનાક સાબિત થઇ શકે છે.

એક સંશોધન અનુસાર રાતે લાઇટ ચાલુ રાખવાથી આપણા સ્વાસ્થ્ય પર એની ખરાબ અસર પડે છે. આપણા શરીરને રાતે રોશનીની જરૂર હોતી નથી. અને એનું એક્સેસ આપણા શરીરને ખૂબ જ નુકસાન પહોંચાડી શકે છે.

તમે રાતના સમયે કોમ્પ્યૂટરમાં કામ કરો છો અથવા તો ચાલુ લાઇટ રાખીને વાંચો છો તો એનાથી તણાવનું સ્તર વધી જાય છે અને તમને માથાનો દુખાવો, આંખમાં બળતરા જેવી સમસ્યા થઇ શકે છે.

રૂમમાં રોશની આંખોને ભારે રાખે છ, જે ઊંઘને વારંવાર તોડે છે. લાઇટ ચાલુ કરીને સૂવાથી એની સીધી અસર આપણી ઊંઘ પર પડે છે જેનાથી શરીર જકડાઇ જાય છે અને થાક લાગે છે.

સૂતી વખતે લાઇટનું ચાલુ રહેવું મગજને તણાવગ્રસ્ત કરી દે છે, જેનાથી દિલ અને બ્લડ પ્રેશર સંબંધી રોગ થવાનું જોખમ પણ વધી જાય છે.

You might also like