ગરમ પાણીથી ન્હાતાં પહેલા જાણી લો કેટલીક બાબતો

વરસાદની સિઝનમાં કેટલાક લોકો ગરમ પાણીથી ન્હાવાનું શરૂ કરી દે છે. પરંતુ આપણે 37 ડિગ્રીથી વધારે ગરમ પાણીથી ન્હાઇએ છીએ તો આ સ્કીન અને વાળ પર ખરાબ અસર કરે છે. એનાથી સ્કીન ડ્રાય થવા લાગે છે જેના કારણે ઘણા પ્રકારની હેલ્થ સમસ્યા થવા લાગે છે. તો ચલો આજે અમે તમને જણાવીએ ગરમ પાણીમાં ન્હાવાથી શું સમસ્યા થાય છે.

1. એલર્જી
ગરમ પાણીમાં ન્હાવાથી સ્કીનમાં રેડનેસ, રેસિસ અને એલર્જી જેવી સમસ્યા થઇ શકે છે.

2. સ્કીન ઇન્ફેક્શન
ગરમ પાણી સ્કીનને ડ્રાય કરે છે. એનાથી સ્કીન ઇન્ફેક્શનનું જોખમ વધી શકે છે.

3. ડ્રાય હેર
ગરમ પાણીની વાળ પર ખાબ અસર પડે છે. એનાથી વાળનું મોઇશ્ચર ઓછું થઇ જાય છે. જેનાથી વાળ રફ અને ડ્રાય થઇ શકે છે.

4. ખણ
ગરમ પાણીના કારણે સ્કીનની ડ્રાયનેસ વધે છે. એનાથી ખણની સમસ્યા થઇ શકે છે.

5. ડ્રાઇ આંખ
ગરમ પાણીમાં ન્હાવાથી આંખો ડ્રાય થઇ જાય છે. એના કારણે આંખોમાં રેડનેસ, ખણ અને વારંવાર પાણી આવવાની સમસ્યા થઇ શકે છે.

6. ખોડો
ગરમ પાણી સ્કાલ્પને ડ્રાય કરે છે. એવામાં માથામાં ખોડો થવાની સમસ્યા વધી શકે છે.

7. ખરાબ નખ
ગરમ પાણીથી હાથ અને પગના નખ પર ખૂબ ખરાબ અસર પડે છે. નખ ટૂટવા, ઇન્ફેક્શન અને આસપાસની સ્કીન ફાટવાની સમસ્યા થઇ શકે છે.

8. કરચલી
ગરમ પાણીના કારણે સ્કીનની ટિશ્યૂઝ ડેમેડ થવા લાગે છે. એવામાં સ્કીન પર સમય કરતાં પહેલા કરચલીઓ આવી શકે છે.

9. વાળ ખરવા
ગરમ પાણીના કારણે વાળમાં ખોડાની સમસ્યા વધવા લાગે છે. ડ્રાય થઇ ગયેલા વાળ વધારે ટૂટે છે. એનાથી વાળ કરવાની સમસ્યા થઇ શકે છે.

10. ગ્લો ઓછો થવો
ગરમ પાણીના કારણે સ્કીનનું મોઇશ્ચર ઓછું થઇ જાય છે. એનાથી સ્કીનનો ગ્લો ઓછો થઇ શકે છે.

http://sambhaavnews.com/

You might also like