“લિવ-ઇન-રિલેશનશિપ” ના છે આ સાઇડઇફેક્ટ

લિવ- ઇન- રિલેશનશિપમાં રહેતા છોકરાઓએ કેટલીક બાબતનું ચોક્કસથી ધ્યાન રાખવું જોઇએ. નહીં તો લિવ- ઇન-રિલેશનશિપનો આ સંબંધ લાઇફ માટે મોટી  મુશ્કેલી ઉભી કરી શકે છે.

છોકરીઓની સ્વતંત્રતાનું ધ્યાન રાખોઃ છોકરીઓ લિવ ઇનમાં રહેતી હોય છે ત્યારે એ વાતનું ધ્યાન રાખતી હોય છે કે તેનો પાર્ટનર તેને પૂરતી સ્વતંત્રતા આપે છે કે નહીં કે પછી તે તેની સાથે હાઉસ વાઇફ જેવું વર્તન કરે છે. જો તમે તેની સાથે અત્યાચાર કરશો, તો તે મારાથી દૂર થઇ જશે.

પૈસાની લેવડ દેવડ યોગ્ય રાખોઃ લિવ ઇન રિલેશનમાં રહી રહેલા કપલ્સમાં એક સમસ્યા પાછળથી જોવા મળે છે તે પૈસાની છે. કોણ કેટલો પૈસો ખર્ચ કરે છે તેનો યોગ્ય હિસાબ રાખવો જોઇએ. આવા રિલેશનમાં મોટાભાગે છોકરાઓ પોતાનો તમામ પૈસો વાપરી કાઢતા હોય છે. ત્યારે પૈસાની લેવડદેવડનો યોગ્ય હિસાબ ચોક્કસથી રાખવો.

આત્મહત્યાનું જોખમ છે આ સંબંધમાઃ લિવ-ઇન- રિલેશનશિરમાં રહી રહેલા કપલ્સમાં આત્મહત્યા કરવાને કારણે ઘણી વખત સાથીએ જેલમાં જવું પડે છે. અહીં સાથે રહી રહેલા બંને વચ્ચે બ્રેકઅપ થઇ જાય તો પોતાની સાથે ખોટું થયું હોવાના અહેસાસમાં અન્ય સાથી આત્મહત્યા કરી લે છે. તેથી લિવ-ઇન-રિલેશનશિપમાં રહી રહેલા સાથી સાથે એવું વર્તાવ ન કરવો કે તે આત્મહત્યા કરવા મજબુર બને.

કામમાં સાથીને મદદ કરોઃ લિવ-ઇન રિલેશનમાં છોકરાઓ પોતાની સાથી સાથે પત્ની જેવો વ્યવહાર કરીને તેમની સાથે જ બધા જ કામ કરાવે છે. ખાવાથી લઇને સફાઇ સુધીના તમામ કામ તેમની પાસે જ કરવા છે. ત્યારે છોકરાઓએ પોતાના સાથીની મદદ કરવી જોઇએ.

You might also like