કેરી ખાવાના છો શોખીન તો જાણી લો આ વાત, બિમારીઓથી રહેશો દૂર

ગરમીની ઋતુમાં દરેક લોકો કેરી ખાવા માટે ઉત્સુક હોય છે. પોષક તત્વોથી ભરપુર કેરી એક એવુ ફળ છે જે મોટાભાગે લોકોને પસંદ આવતુ હોય છે. કેરીમાં વિટામિન A, કોપર, આયર્ન અને પોટેશિયમ જેવા તત્વોની ખાણ છે. પણ તેના ફાયદાની સાથે સાથે નુક્શાન પણ છે. જાણો કેરીથી થનારા નુક્શાન વિશે….

સ્કિન પ્રોબ્લેમ

કેરી ખાતા સમયે તમે જોયુ હશે કે તેના મોઢા પર એક તરલ પદાર્થ હોય છે જે તમે સારી રીતે સાફ ન કરો તો તમારા મોઢાનો સ્વાદ તો બગાડે જ છે, સાથે જ તમારે ધાધર કે ખંજવાળનો સામને કરવો પડી શકે છે. જો આ પદાર્થ ગળામાં જતુ રહે તો ગળામાં સોઝો અને દર્દ જેવી પરેશાની થઈ શકે છે.

ડાઈઝેશન પ્રોબ્લેમ

કેરીમાં વધારે પ્રમાણમાં પોષક તત્વો હોય છે પણ ધ્યાન રાખો કે ઘણા લોકોના રોગોને તે પહેલા કરતા વદારે વધારવામાં મદદ કરે છે. જો તમને ડાયઝેશન પ્રોબ્લેમ છે તો કેરીનું સેવન ઓછામાં ઓછુ કરવું જોઈએ.

ફોડલી-ખીલ

કેરીના વધારે પડતા સેવનથી જો તમે પોતાને રોકી નથી શકતા તો જાણી લો કે કેરી એક ગરમ ફળ છે. જેનુ વધારે પડતુ સેવન કરવાથી ચહેરા પર ફોડલી-ખીલ જેવા સ્કીન પ્રોબ્લેમ થઈ શકે છે. જેથી તેનું લિમિટમાં સેવન કરવું જોઈએ.

આ લોકોએ કેરી ન ખાવી જોઈએ

-સંઘિવાની સમસ્યાવાળા લોકોએ કેરીથી દુર જ રહેવુ જોઈએ.
-સાઈનસના દર્દીઓએ કેરીનું સેવન ન કરવુ જોઈએ
-વજન ઓછુ કરવાનો પ્રયત્ન કરી રહેલા લોકોએતો કેરીથી દુર જ રહેવુ જોઈએ.
-ડાયાબિટીક છો તો કેરીથી દૂર રહેવુ જોઈએ.

વધારે કેરી ખાવાથી આપણા શરીરમાં ગરમી વધે છે. જેના કારણે વધારે કેરીનું સેવન ન કરવુ જોઈએ. દિવસમાં એક કે બે કેરીનું જ સેવન કરવું જોઈએ.

You might also like