સાવધાન! ચાઇનીઝ ફૂડની આ વાત જાણીને તમે પણ નહીં ખાવ

આજકાલ લોકો ચાઇનીઝ ખૂબ જ શોખથી ખાય છે. જે લોકા ચાઇનીઝ ખાય છે એમને ખબર હોતી નથી કે ચાઇનીઝનુકસાન પહોંચાડી શકે છે. હકીકતમાં ચાઇનીઝ ફૂડમાં આજીનોમોટો હોય છે જે સ્વાસ્થય માટે નુકસાનકારક હોય છે. આજીનામોટાને મોનોસોડિયમ ગ્લૂટામેટ એટલે કે એસએસજીના નામથી પણ ઓળખવામાં આવે છે અને એમાં ખૂબ જ વધારે પ્રમાણમાં સોડિયમ હોય છે. તો ચલો જાણીએ ચાઇનીઝ ખાવાથી તમારા સ્વાસ્થ્ય પર શું અસર પડે છે.

એક વખત આજીનામોટાનું સેવન કર્યા બાદ એની ટેવ પડી જાય છે અને વારંવાર ભૂખ લાગે છે. એ કારણથી મગજની નશ ઉત્તેજિત થાય છે અને ન્યૂરોટ્રન્સમીટરને વધારી દે છે. એવામાં માથાનો દુખાવો, વ્યવહારમાં ફેરફાર જેવી સમસ્યાઓ થવા લાગે છે.

ચાઇનીઝ ફૂડમાં ફીટોએસ્ટ્રોગેન તત્વ ખૂબ વજ વધારે પ્રમાણમાં મળી આવે છે. એના કારણે બ્રેસ્ટ કેન્સર, નપુંસકતા, સેક્સ ઇચ્છામાં ખામી અને એન્ડોમેટ્ર્ઓસિસ જેવી સમસ્યા થાય છે.

એમાં સોયા ફાઇટેટ મળી આવે છે જે પાચનતંત્રને અસર કરે છે. જેના કારણે પેટની સમસ્યા વધવાનું જોખમ પણ વધી જાય છે.

આજીનામોટાનું વધારે સેવનથી એની દિલ પર અસર પડે છે. એનાથી ધબકારા વધી જાય છે. જેના કારણે ગભરામાણ થવા લાગે છે. સાથે કાર્ડિએક અરેસ્ટ થઇ શકે છે અને માથામાં દુખાવો રહ્યા કરે છે.

આ ઉપરાંત ચાઇનીઝ ખાવાથી શરીરના અંગો સુન્ન પડી જવા, ઉલ્ટી, પરસેવો થવો, દુખાવો અને કમજોરી જેવી સમસ્યાઓ આવે છે.

visit: http://sambhaavnews.com/

You might also like