Categories: Health & Fitness

વધુ માત્રામાં પ્રોટીન લેશો તો કરવો પડશે આ સમસ્યાઓનો સામનો

ઘણી વાર સ્વસ્થ રહેવા માટે આપણે જરૂરિયાત કરતાં વધારે પ્રોટીનનું સેવન કરીએ છીએ. વધાર પડતો પ્રોટીન વાળો ખોરાક લેવાથી શરીરને ઘણી સાઇડ ઇફેક્ટનો સામનો કરવો પડે છે. ભૂખને તરત શાંત કરવા માટે હાઇ પ્રોટીન ખોરાક સારો રહે છે. પરંતુ લાંબા સમય સુધી તે સ્વાસ્થયને નુકસાન પહોંચાડી શકે છે. કોઇ પણ પોષકતત્વો માટેની માત્રા અમુક જથ્થા સુધીની હોય છે, વધારે પડતા ઓછા કે વધારે પોષકતત્વો મળવાથી શરીરને ક્રિયાવિધી પર તેની અસર જોવા મળે છે.

તાજેતરમાં જ એક અભ્યાસથી જાણવા મળ્યું છે જે તમે હાઇ પ્રોટીન ડાયટ લો છો તો કેન્સર અને અન્ય ઘાતક બિમારી થવાનું જોખમ થઇ શકે છે. જો કે વધાર પડતું પ્રોટીન શરીરમાં ફાયદો કરતાં વધારે નુકસાન પહોંચાડે છે. ચલો જાણીએ કે વધાર પડતું પ્રોટીન શરીર માટે કેવા પ્રકારનું નુકસાન કરે છે.

1. કબજિયાત
વધારે પ્રોટીન લેવાથી કબજિયાતની સમસ્યા થાય છે. કારણ કે શરીરમાં ફાઇબરની શોર્ટેજ રહેવાની સંભાવના રહે છે.

2. હાડકાં નબળાં પડવા
વધારે પ્રોટીનથી શરીરને શક્તિ મળી શકે છે. પરંતુ હાડકાંને પૂરતાં પ્રમાણમાં કેલ્શિયમ મળી શકતું નથી, જેનાથી તે નબળા થઇ જાય છે.

3.દિલની બિમારી
વધારે પડતાં પ્રોટીનનાં સેવનથી કોલેસ્ટ્રોલ અને સેચ્યુરેટેડ ફેટનું પ્રમાણ શરીરમાં વધી જાય છે. જેનાથી દિલના રોગો થવાની સંભાવના વધી જાય છે. શરીરમાં આ કારણથી ઉચ્ચ એલડીએલ કોલેસ્ટ્રોલ લેવલ પણ વધી જાય છે.

4. પોષકતત્વોની શોર્ટેજ
વધુ પડતું પ્રોટીન ઘણીવાર પોષકતત્વોમાં શોર્ટેજનું કારણ બની જાય છે. કારણ કે લોકો વિટામીન અને મિનરલ પર ધ્યાન આપવાનું બંધ કરી દે છે. અને તેમના શરીરમાં એ તત્વોની શોર્ટેજ રહે છે.

5. કેન્સરનો ખતરો
હાઇ પ્રોટીન લેવાથી કોન્સનો ખતરો કેટલાય ગણો વધી જાય છે. કારણ કે કેન્સર કોશિકાઓ વધારે વિક્સિત થઇ જાય છે. ફાઇબર અને કાર્બોહાઇડ્રેટની શોર્ટેજને કારણે શરીરમાં આ રોગ થવાની સંભાવના વધી જાય છે.

6. કિડની સ્ટોન
વધારે પડતું પ્રોટીન લેવાને કારણે કિડનીમાં પથરીની સમસ્યા થાય છે. માંસ ખઆનારા લોકોમાં આ સમસ્યા વધારે હોય છે કારણ કે માંસમાં પ્યૂરિન નામનું પ્રોટીન હોય છે જે પથરી બનાવવામાં મદદ કરે છે.

Krupa

Recent Posts

રે મૂરખ મનવા, મહાભારતનું ગાન કર

પાંચમા વેદ મહાભારતને ઘરમાં રાખવા અને તેના પઠનને કોણે અને ક્યારે વર્જિત ગણાવ્યો છે? મહાભારતનું ગાન થતું ત્યારે લોકહૃદયમાં તેનાં…

14 hours ago

Ahmedabad: એક અનોખું આર્ટ એક્ઝિબિશન

અમદાવાદમાં સૌપ્રથમ વાર ચેપલની અંદર આર્ટ એક્ઝિબિશન કરવાનો અનોખો પ્રયાસ નીના નૈષધ- નીકોઇ ફાઉન્ડેશન તથા કોલકાતાના સિગલ ફાઉન્ડેશન દ્વારા કરવામાં…

14 hours ago

Public Review: ટોટલ ટાઈમપાસ ધમાલ ફિલ્મ

ફિલ્મમાં દરેક એક્ટર્સે સરસ પર્ફૉર્મન્સ આપ્યું છે. અજય દેવગણ,અનિલ કપૂરે પોતાની શાનદાર એક્ટિંગથી ફિલ્મનો ચાર્મ વધારી દીધો છે. માધુરી દીક્ષિત…

15 hours ago

24 કલાક પાણી મળતાં મળશે, અત્યારે હજારો શહેરીજનો ટેન્કર પર નિર્ભર

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: આગામી નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ના રૂ. ૮૦૫૧ કરોડના બજેટને ભાજપના શાસકોએ 'મોર્ડન અમદાવાદ'નું બજેટ તરીકે જાહેર કર્યું છે.…

15 hours ago

બોર્ડ પરીક્ષાની હોલ ટિકિટમાં પાંચ દિવસ સુધી સુધારો થઈ શકશે

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા લેવાતી ધો.૧૦ અને ધો.૧રની બોર્ડ પરીક્ષાને હવે ગણતરીના દિવસો બાકી…

15 hours ago

IOC બિલ કૌભાંડની તપાસથી મુખ્ય રોડનાં કામ ખોરવાયાં

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: બે વર્ષ અગાઉ ચોમાસાના પહેલા રાઉન્ડના સામાન્ય વરસાદમાં આશરે રૂ.૪પ૦ કરોડના રોડને ઓછા-વધતા અંશમાં નુકસાન થતાં સમગ્ર…

15 hours ago