કાજુ ખાતાં પહેલા એક વખત જાણી લો તેનાથી થતાં નુકસાન વિશે

સુકા મેવા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે, ફિઝિકલી એક્ટિવ રહેનારા લોકોને ખાસ કરીને કાજુ, બદામ, અખરોટ વગેરે ખાવાની સલાહ આપવામાં આવે છે, પરંતુ જે લોકોનું કામ એક બાજુ બેસી રહેવાનું છે, તેમના માટે વધારે પડતા સુકા મેવા બિમારીઓને આમંત્રણ આપે છે, જો કાજુની વાત કરીએ તો, જો તમારું કામ વધારે હલન ચલન વાળું નથી અને તમે વધારે પડતાં કાજુ ખાતા હોવ તો તેના નુકસાન જાણી લો.

જે લોકો ડાયટિંગ પર છે તેમણે ખાસકરીને કાજૂ ન ખાવા જોઈએ, કારણકે કાજુથી ઝડપથી વજન વધે છે. 3-4 કાજુમાં લગભગ 163 કેલરિ અને અનસૈચ્યુરેટેડ ફેટ્સ હોય છે. જે લોકોએ વજન વધારવું હોય તેમને ખાસ કાજુ ખાવાની સલાહ આપવામાં આવે છે.

વયસ્કોને દરરોજ 1500mg સોડિયમની જરુર હોય છે, તેનાથી વધારે પ્રમાણમાં સોડિયમનું પ્રમાણ હાઈ બ્લડ પ્રેશર સ્ટ્રોક, હાર્ટ અને કિડનીને લગતી બીમારીઓનું કારણ બને છે. 3-4 કાજુમાં 5mg સોડિયમ હોય છે, અને જો નમકીન કાજુ હશે તો 3-4 કાજુમાં સોડિયમનું પ્રમાણ 87mg હોય છે. માટે મીઠા વિનાના સાદા કાજુ ખાવાની સલાહ આપવામાં આવે છે.

ઘણાં લોકોને કાજુ ખાવાથી શ્વાસ લેવામાં મુશ્કેલી, ખંજવાળ આવવી, વૉમિટ થવી, વગેરે જેવી ફરિયાદ થતી હોય છે. માટે જો કાજુ ખાધા પછી તમને આવી કોઈ ફરિયાદ થાય તો કાજુનું સેવન બંધ કરો અને ડોક્ટરને બતાવો.

જે લોકોને માથાનો દુ:ખાવો અથવા માઇગ્રેનની ફરિયાદ હોય તો કાજુ ખાવાનું બને ત્યાં સુધી ટાળો, કારણકે તેમાં રહેલું એમિનો એસિડ ટાઇરામિન અને ફેનેંલેથાઇલમાઇન માથાના દુ:ખાવાનું એક કારણ હોઇ શકે છે.

કાજુમાં મેગ્રેન્શિયમ ભરપૂર પ્રમાણમાં હોય છે.3-4 કાજૂમાં 82.5mg મેગ્નેશિયમ હોય છે. ડાયાબિટીસ, થાઈરોઈડ, આર્થરાઈટિસ વગેરેની દવાઓ પર આ મેગ્નેશિયમ અસર કરી શકે છે.

આ સિવાય કાજુને પ્રોટીનનો સારો સોર્સ માનવામાં આવે છે, કાજુ કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરે છે, સ્કિન માટે પણ ફાયદાકારક છે. યાદશક્તિ વધારવા માટે, શરીરમાં એનર્જી વધારવા માટે, હાડકાં અને પાચન શક્તિને મજબૂત કરવા માટે કાજુ ખાવાની સલાહ આપવામાં આવતી હોય છે.

You might also like