ફરી રોડ પર જોવા મળશે સાઇડકાર બાઇક!

નવી દિલ્હી : બ્રિટેનમાં આવતા મહીને હરાજી કરનાર એક સંસ્થા અંદાજે 100 વિન્ટેજ મોટરબાઇકને વેચાણ કરવાની તૈયારી કરી રહ્યું છે. આ મોટરબાઇકમાં 4 સાઇડકાર બાઇક છે, જેને તેની અદ્દભૂત ડિઝાઇન તેમજ સવારીના અનુભવ માટે જાણીતા છે. આ બાઇકમાં 1924ની અજેઅસ મોડલની કોમ્બો, 1932ની બીએસએ જી12 કોમ્બો, 1930ની બીએસએ સ્લોપર કોમ્બો અને 1925ની ક્વોડ્રાન્ટ કોમ્બોનો સમાવેશ થાય છે.

એક અહેવાલ મુજબ એચ એન્ડ એચ હરાજીમાં હેડ મોટરબાઇક સ્પેશ્યાલિસ્ટ માર્ક બ્રાઇને આ બાઇકને ગ્લોસ્ટશાયરના ગ્રામીણ વિસ્તારમાં જોઇ હતી. તે સમયે બાઇક પર ઘણી ધૂળ હતી. સાઇડકાર બાઇકે 1930 અને 1940ના દાયકામાં ઘણી લોકપ્રિયતા પ્રાપ્ત કરી હતી. તે સમય વન કાર પરિવાર હતો. તે સમયે સાઇડકોરનો ઉફયોગ જરૂરી તેમજ ઘણો ઉપયોગી વિકલ્પ તરી કરવામાં આવતો હતો. સાઇડકાર સ્ટાઇલના સાઇકલની શરૂઆત 18મી સદીના અંતમાં કરવામાં આવી હતી. તો આ પ્રમાણેની મોટરબાઇકની શરૂઆત 1914માં કરાઇ હતી. આ સમયે મોટરબાઇકની દિગ્ગજ કંપની હાર્લે-ડેવિડસને ત્રણ પૈડાંવાળી મોટરબાઇકની શરૂઆત કરી હતી. વિશ્વયુધ્ધ દરમિયાન વેસ્ટર્ન ફ્રન્ટના સૈનિકોએ આ સાઇડકા બાઇકનો ઉપયોગ કર્યો હતો.

You might also like