સિદ્ધિવિનાયકના દાનના રૂપિયા પંડિતજી છુુપાવતા હોવાનો દાવો

મુંબઇ, શનિવાર

સિદ્ધિ વિનાયક મંદિરમાં દાનની રકમ દાનપાત્રમાં ન રાખી પ્રસાદના પાત્રમાં છુપાવતા પૂજારીના વીડિયોએ સોશિયલ મીડિયા પર હાહાકાર મચાવી દીધો છે. મંદિરના પ્રશાસને પ્રતિષ્ઠા ખરડાવા માટે આ વીડિયો વાઇરલ કર્યો હોવાનો દાવો કર્યો છે.મંદિરના પ્રશાસને આ વીડિયો અંગે તપાસ સમિતિ બેસાડી છે અને સંબંધિતો સામે પગલાં ભરવામાં આવશે તેમ પણ જણાવ્યું છે. ૧ર ફેબ્રુઆરીએ સિદ્ધિ વિનાયક મંદિરનાે વીડિયો ઉતારનાર યુવાને અગાઉ પ્રશાસનને મહારાજની ગેરરીતિ બાબતે લેખિતમાં ફરિયાદ કરી હતી. આ ફરિયાદને પગલે મહારાજનું વલણ બદલાયું છે કે નહીં તેની ચકાસણી કર્યા બાદ તેેમને ખુલ્લા પાડવાના આશયથી આ વીડિયો ઉતારાયો હોવાનો દાવો આ યુવાને કર્યો છે.

વોટ્સએપ પર વાઇરલ થયેલા વીડિયોમાં સિદ્ધિ વિનાયક મંદિરના ગર્ભગૃહમાં ગણેશજીની મૂર્તિ પાસે પ્રસાદ ચડાવતા પૂજારીને એક મહિલા રૂ.૧૦૦ની નોટ આપે છે. પૂજારી આ નોટ દાનપાત્રમાં રાખે છે. તરત જ એક પુરુષ પૂજારીને રૂ.પ૦૦ની નોટ આપે છે. રૂ.પ૦૦ની નોટ પૂજારી દાનપાત્રના બદલે પ્રસાદ માટે રાખવામાં આવેલા તપેલામાં છુુપાવી દે છે. વીડિયો ઉતારનારે રૂ.૧૦૦ અને રૂ.પ૦૦નું વિશ્લેષણ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વહેતો કર્યો છે.

આઇટી કંપનીમાં જોબ કરતા ૩૧ વર્ષીય આશિષ કરંજાવને જણાવ્યું કે શ્રદ્ધાળુ દ્વારા પૂજારીને અપાતી રૂ.પ૦૦ની નોટ પૂજારી પ્રસાદ પાત્રમાં મૂકયા બાદ તેઓ હળવેથી ગમછામાં છુપાવી દેતા હતા. મેં પૂજારીનું નામ જાણીને ચંદ્રકાંત મૂળે નામના પૂજારી સામે લેખિતમાં મંદિર પ્રશાસનને ફરિયાદ કરી હતી. મારી એ ફરિયાદની અસર થઇ છે કે નહીં તે જોવા હંુ૧ર ફેબ્રુઆરીએ ‌સિદ્ધિ વિનાયક મંદિરે ગયો હતો. પૂજારીનાં વલણમાં જરા પણ ફરક નહોતો તે જાણીને મને આશ્ચર્ય થયું.

મંદિર પ્રશાસનને આ યુવકને વિશ્વાસ અપાવ્યો હતો કે ભવિષ્યમાં પૂજારીઓ પૈસા નહીં સ્વીકારે. જે પૂજારી પૈસા સ્વીકારશે તેની વિરુદ્ધ કાર્યવાહી કરાશે. સિકયોરિટીએ તે યુવકને વીડિયો ઉતારતાં જોઇ લીધો અને મોબાઇલ બંધ કરવાનું કહ્યું, નહીં તો પૂજારી પ્રસાદના પાત્રમાંથી રૂ.પ૦૦ નોટ ધોતિયાના ગમછામાં છુપાવે છે તે પણ સ્પષ્ટ જોઇ શકાત.

સિદ્ધિ વિનાયક મંદિરના પ્રેસિડેન્ટ આદેશ બાંદેકરે જણાવ્યું કે શ્રદ્ધાળુઓને પૈૈસા દાનપાત્રમાં નાખવાની વારંવાર અપીલ કરવામાં આવે છે અને પૂજારીઓ દ્વારા લેવાતી દ‌િક્ષણા પણ મંદિરના દાનપાત્રમાં નાખવામાં આવે છે. વાઇરલ થયેલો વી‌ડિયો સ્પેશિયલ ઇફેકટ આપીને ચેડાં કરાયેલો છે.

You might also like