નવમે નોરતે મા સિદ્ધિદાત્રીનું પૂજન અર્ચન

હિંદુ ધર્મનાં પૌરાણિક શાસ્ત્રોમાં દર્શાવ્યા પ્રમાણે સિદ્ધિદાત્રી એ નવદુર્ગાનું નવમું સ્વરૂપ છે. તેમને ચાર ભુજાઓ છે, તેમણે એક હાથમાં ગદા અને બીજા હાથમાં ચક્ર ધારણ કરેલું છે. ત્રીજો હાથમાં શંખ અને ચોથા હાથમાં કમળ છે. તેમનું વાહન સિંહ છે પણ મહદાંશે તેઓને કમળ
પર બિરાજમાન દર્શાવાય છે. નવરાત્રિના નવમા દિવસે નવદુર્ગાનાં આ સ્વરૂપનું પૂજન અર્ચન કરાય છે. દેવી સિદ્ધિદાત્રી કેતુ (ગ્રહ)નું સંચાલન કરે છે. દેવી ભાગવત્‌ પુરાણ પ્રમાણે બ્રહ્માંડની શરૂઆતમાં શિવે રચના માટે આદિ-પરાશક્તિની ઉપાસના કરી. એમ માનવામાં આવે છે કે આદિ-પરાશક્તિ દેહ સ્વરૂપ ધરાવતા ન હતાં. આથી આદિ પરાશક્તિ શિવનાં અર્ધા દેહમાંથી ’સિદ્ધિદાત્રી’ સ્વરૂપે પ્રગટ્યાં. આમ શિવના “અર્ધનારીશ્વર” સ્વરૂપમાં અર્ધો દેહ તે દેવી સિદ્ધિદાત્રીનો દર્શાવાય છે. દેવી સિદ્ધિદાત્રીની ઉપાસના મનુષ્ય ઉપરાંત દેવ, ગંધર્વ, યક્ષ, અસુર અને સિદ્ધ પણ કરે છે.
સિદ્ધૌ, ગંધર્વો અને યક્ષો, દેવતાઓ, દાનવો પણ સિદ્ધિદાત્રીની હંમેશાં સેવા કરે છે. માર્કન્ડેયપુરાણ મુજબ અણિમા, મહિમા, ગરિમા, લધિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઇશિત્વ અને વશિત્વ આમ આ આઠ પ્રકારની સિદ્ધિ છે.
સિદ્ધિદાત્રીની આરાધનાથી આ તમામ સિદ્ધિ પ્રાપ્ત થાય છે. મહાભારતના યુગમાં ગોપીઓએ કાત્યાયનીની પૂજા કરી હતી. યાદવોએ દુર્ગામાની પૂજા કરી, રુકિમણીજીએ અંબિકાની પૂજા કરી હતી. સિદ્ધિદાત્રી એ નવદુર્ગાનું નવમું સ્વરૂપ છે. તેમને ચાર ભુજાઓ છે, તેમણે એક હાથમાં ગદા અને બીજા હાથમાં ચક્ર ધારણ કરેલું છે.
ત્રીજા હાથમાં શંખ અને ચોથા હાથમાં કમળ છે. તેમનું વાહન સિંહ છે પણ મહદાંશે તેઓને કમળ પર બિરાજમાન દર્શાવાય છે. નવરાત્રિના નવમા દિવસે નવદુર્ગાનાં આ સ્વરૂપનું પૂજન કરાય છે. •

You might also like