રામ લખનની રિમેકમાં જોવા મળશે સિદ્ધાર્થ-રણવીર

મુંબઇ: બોલિવૂડ એક્ટર્સ સિદ્ધાર્થ મલ્હોત્રા અને રણવીર સિંહ રામ લખન ફિલ્મની રિમેકમાં જોવા મળે તેવી શક્યતા છે. 1989માં સુપરહીટ રહેલી રામ લખન ફિલ્મની રિમેક બની રહી છે. કરણ જોહર આ ફિલ્મની રિમેક બનાવી રહ્યો છે જેને રોહિત શેટ્ટી નિર્દેશિત કરશે. કરણે જ્યારે રામ લખન બનાવવાની ઘોષણા કરી ત્યારે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ચર્ચા જાગી હતી કે કોણ રામ બનશે અને કોણ લખન.

આ લીસ્ટમાં હાલ તો બે નામ જોડાઇ ચુક્યા છે. એવી ચર્ચા ચાલી રહી છે કે રામના રોલમાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને લખનના રોલમાં રણવીર સિંહની પસંદગી થઇ શકે છે. જો બધુ બરાબર રહેશે તો ટુંક જ સમયમાં આ બંનેના કાસ્ટિંગની ઘોષણા સાંભળવા મળશે.

ચર્ચા એવી પણ ચાલી રહી છે આ ફિલ્મની સ્ક્રીપ્ટનું કામ લગભગ પૂર્ણ થઇ ચુક્યું છે. વર્ષના અંતમાં તેનું શૂટિંગ ચાલુ થશે. ફિલ્મના નિર્દેશન માટે રોહિત શેટ્ટીએ 20 કરોડ રૂપિયા નક્કી કર્યા હતા પરંતુ હવે તે ફિલ્મનો જે પણ નફો થાય તેમાં ભાગીદારી કરવાની ફોર્મ્યુલા પર આવી ગયા છે.

You might also like