સિદ્ધાર્થ માલ્યાની ન્યૂડ તસવીર સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ

મુંબઈ: શરાબ કિંગ વિજય માલ્યાના પુત્ર સિદ્ધાર્થ માલ્યાની ન્યૂડ તસવીર સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે. અા ફોટાે સિદ્ધાર્થે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો હતો, જે થોડા જ દિવસોમાં સોશિયલ મીડિયા યુઝર્સના નિશાના પર અાવી ગયો.

અા ફોટામાં સિદ્ધાર્થ સામેથી પોતાનો ચહેરો બતાવે છે. કાચના રિફ્લેક્શનમાં તેની બેક ન્યૂડ દેખાય છે. ફોટો ‍વાઈરલ થયા બાદ સિદ્ધાર્થે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાંથી તે ડિલીટ કરી દીધો છે, જોકે તે પહેલાં જ તસવીરને યુઝર્સે ટ્રોલ કરવાની શરૂ કરી દીધી હતી. ફોટાને શેર કરતી વખતે જુનિયર માલ્યાઅે લખ્યું કે જે લોકો મને પોઝિ‌િટવિટી અાપે છે તે લોકોને અાઈ લવ યુ.

જુનિયર માલ્યા પોતાના ઇન્સ્ટાગ્રામ ફોટાના કારણે હંમેશાં ચર્ચામાં રહે છે. થોડા દિવસ પહેલાં તેણે પોતાનાં દાદી સાથે ટકીલા પાર્ટી કરતા ફોટા શેર કર્યા હતા, જે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય રહ્યો હતો. અા પહેલાં કેટરીના કૈફની બહેન ઇશાબેલ અને અભિનેત્રી સોનલ ચૌહાણ સાથે ફોટો શેર કરીને તે ચર્ચામાં અાવ્યો હતો.

વિજય માલ્યાનાં બે લગ્ન થઈ ચૂક્યાં છે. તેની પહેલી પત્નીનું નામ સમીરા માલ્યા છે, જે તે સમયે એર ઇન્ડિયા અેરલાઈનની એરહોસ્ટેસ હતી. સિદ્ધાર્થ માલ્યા સમીરા અને વિજય માલ્યાનું સંતાન છે. તેનો જન્મ કેલિફોર્નિયામાં થયો હતો. તે ક્વીન મેરી યુનિવર્સિટી અોફ લંડનથી બિઝનેસ મેનેજમેન્ટમાં ગ્રેજ્યુઅેટ છે. વિજય માલ્યાની બીજી પત્નીનું નામ રેખા છે. તે ક્યારેક તેની પાડોશી હતી.

ઉલ્લેખનીય છે કે ગ્રેજ્યુઅેશન બાદ સિદ્ધાર્થ માલ્યાઅે ‌િડ્રંક કંપની જાયન્ટ ‌િડયાગોમાં બ્રાન્ડ મેનેજરના રૂપમાં નોકરી કરી. ઇન્ડિયા પરત અાવ્યા બાદ ૨૦૧૦માં તે અાઈપીએલ ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુનાે ડિરેક્ટર બન્યો. હવે તે ફરી લંડનમાં છે અને સ્કૂલ અોફ સ્પીચ અને ડ્રામામાં એક્ટિંગના પાઠ ભણે છે.

You might also like