કર્ણાટક ચૂંટણીઃ સિદ્ધારમૈયાએ રાજ્યપાલને સોંપ્યું રાજીનામું

બેંગલુરૂઃ કર્ણાટક વિધાનસભા ચૂંટણીનાં પરિણામ જાહેર થવાની સાથે હવે રાજ્યમાં સિયાસી મેનેજમેન્ટનો પ્રવાહ શરૂ થઇ ગયો છે. અત્યાર સુધી જોવાં મળેલ વલણ અને પરિણામોમાં બીજેપીનાં બહુમતની પાસે આવીને અટકવાથી સ્થિતિ ઘણી રોચક બની ગઇ. એવામાં હવે કર્ણાટકમાં જોડ-તોડની કવાયત પણ તેજ થઇ ગઇ છે.

એક બાજુ જ્યાં જેડીએસએ કોંગ્રેસનાં પ્રસ્તાવને સ્વીકાર કરતા સરકાર બનાવવા માટે રાજ્યપાલ પાસે સમય માંગ્યો છે તો બીજી બાજુ બીજેપી પણ સરકાર બનાવવાનો દાવો કરી રહેલ છે. આ દરેકની વચ્ચે અત્યાર સુધી રાજ્યની સત્તા સંભાળી રહેલા સીએમ સિદ્ધારમૈયાએ રાજ્યપાલને પોતાનું રાજીનામું સોંપી દીધું છે.

સિદ્ધારમૈયાએ મંગળવારનાં રોજ સાંજે અંદાજે સવા ચાર વાગ્યે રાજ્યપાલ વજુભાઇ વાળા સાથે મુલાકાત કરી હતી અને સીએમ પદમાંથી રાજીનામું આપી દીધેલ છે. તમને જણાવી દઇએ કે સિદ્ધારમૈયા પહેલાં કર્ણાટકમાં કોંગ્રેસ પાર્ટીનાં પ્રદેશ અધ્યક્ષ જી પરમેશ્વર પણ રાજ્યપાલને મળવા પહોંચ્યાં હતાં પરંતુ રાજભવન દ્વારા સમય ના મળવાને કારણ આ મુલાકાત થઇ ના શકી.

2013માં સીએમ પદ પર હતાં સિદ્ધારમૈયાઃ
સિદ્ધારમૈયાએ વર્ષ 2013માં કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનાં વિજય બાદ સીએમ પદનાં શપથ લીધાં હતાં. આ ચૂંટણીમાં કોંગ્રેસે 122 સીટો જીતી હતી. જ્યાર બાદ સિદ્ધારમૈયાને ધારાસભ્ય દળનાં નેતા પસંદ કરવામાં આવ્યાં હતાં.

13 મેં 2013નાં રોજ કર્ણાટકનાં 28માં મુખ્યમંત્રી બનેલ સિદ્ધારમૈયાને તે સમયે કર્ણાટકનાં રાજ્યપાલ હંસરાજ ભારદ્વાજે સીએમ પદની શપથ લેવડાવી હતી. સીએમ બન્યાં પહેલાં સિદ્ધારમૈયા કર્ણાટકની એન ધરમસિંહ સરકારમાં ડેપ્યુટી સીએમ પણ રહી ચૂકેલા હતાં.

You might also like